શુક્રવાર, 25 ઑક્ટોબર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: બુધવાર, 13 મે 2020 (12:21 IST)

Work from Home કરવાથી વધી ગયુ છે ગરદન અને પીઠનો દુ:ખાવો, રાહત આપશે સ્ટ્રેચિંગ એક્સરસાઈઝ

આ સમયે દરેકની ભાગતી-દોડતી જીંદગીમાં જાણે એક બ્રેક લાગી ગયો છે. મજબૂરી સાથે વર્ક ફ્રોમ હોમ એ કામ સરળ કરી નાખ્યુ છે.  કરવાથી કામ સરળ થઈ ગયું છે, પરંતુ તે જ સમયે ગળા અને કમરના દુખાવાની ફરિયાદો પણ બહાર આવી રહી છે. આ સમસ્યાનુ સમાધાન સ્ટ્રેચિંગ એક્સરસાઈઝમાં છિપાયુ છે. 
 
1. અત્યારે ઓફિસનું તમામ કામ ઓનલાઇન થઈ રહ્યું છે. કલાકો સુધી ખુરશી પર બેસવું મજબૂરી છે, પરંતુ ગરદનનો તાણ શા માટે સહન કરવો ? આમાં 'નેક રોલ એક્સરસાઈઝ' તમને આરામ આપશે. પીઠ સીધી રાખો અને તમારી ગરદન નીચે નમાવો. . પાછળનો ભાગ સીધો રાખો અને તમારી ગળાને નીચે તરફ નમવો, પછી ધીમે ધીમે બધી દિશાઓમાં ફેરવો.
 
2. ક્યારેક વિડિઓ કોલ, તો ક્યારેક ફોન કોલ. આખો દિવસ આમ જ પસાર થઈ જાય છે. પરિણામ પીઠ, ગરદન કે ખભામાં દુ:ખાવો.  ચેસ્ટ ઓપનર અભ્યાસ, ચેસ્ટ જ નહી ખભા અને બેક પેઈનમાં પણ આરામ આપશે. તમારા હાથ પાછળ લઈ જાવ. શક્ય તેટલી છાતીને સામે લાવવાનો પ્રયાસ કરો. શ્વાસ સામાન્ય રાખો. 
 
3. ઘર અને ઓફિસમાં કામ કરતી વખતે ઘણી વાર વ્યક્તિને ખભામાં ભારેપણું લાગે છે. આવી સ્થિતિમાં, શૉલ્ડર સ્ટ્રેચિંગ કરવાથી આરામ મળશે. મેટ પર આરામની મુદ્રામાં બેસો. કમર સીધી રાખો. પછી ખભાને ધીમેથી આગળથી પાછળ અને પાછળની આગળ ફેરવો. 
 
4. ઘરમાં બેઠાં બેઠા જો તમારુ શરીર અકડાવવા માંડે છે.   આ માટે પગને એ રીતે ક્રોસ કરો કે જમણા પગના સ્થાન પર ડાબો પગ આવી જાય અને ડાબા પગના સ્થાન પર જમણો પઅગ આવી જાય. આ રીતે સીધા ઉભા રહો.  હવે આગળની તરફ નમો. તમારા માથાને ધીરે ધીરે તમારા જમણા ઘૂંટણ પાસે લઈ જાવ. 15-30 સેકંડ આ સ્થિતિમાં રહો. 
 
5. આખા શરીરની સ્ટ્રેચિંગ માટે હેમસ્ટ્રિંગ સ્ટ્રેચ કરી શકો છો. આ માટે તમારી પીઠ પર થોડુ ફોકસ કરવાનુ છે.