શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Updated : શુક્રવાર, 10 એપ્રિલ 2020 (14:05 IST)

વડોદરામાં અત્યાર સુધી કોરોના પોઝિટિવની સંખ્યા 47 થઈ

વડોદરા શહેરમાં આજે વધુ 8 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. વડોદરામાં અત્યાર સુધી કોરોના વાઈરસ પોઝિટિવની સંખ્યા 47 થઇ ગઇ છે. આજે નોંધાયેલા 8 પૈકી 7 નાગરવાડા વિસ્તારના છે અને એક કેસ આજવા રોડ પર આવેલી બહાર કોલોની હોવાનું જાણવા મળ્યું છે. વડોદરાના નાગરવાડા અને તાંદલજાને ક્લસ્ટર ક્વોરન્ટીન કરાયો છે. રેડ ઝોન તાંદલજામાં ડીસીપી ઝોન-2 સંદિપ ચૌધરીની ટીમે પેટ્રોલિંગ કર્યું હતું. તાંદલજામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ડીસીપી ઝોન-2 સંદિપ ચૌધરીએ જણાવ્યું હતું કે, તાંદલજાના તમામ 19 એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટને સીલ કરાયા છે. લોકોને બહાર અવરજવર કરવા દેવામાં આવતી નથી. નાગરિકોનો પણ સાથ સહકાર મળી રહ્યો છે, તંત્ર તમામ વ્યવસ્થા પૂરી પાડશે. ઉલ્લેખનીય છે કે, નાગરવાડાના પોઝિટિવ તબીબ દર્દીનું તાંદલજા કનેક્શન બહાર આવ્યા બાદ તાંદળજાના વિસ્તારને રેડ ઝોન જાહેર કરવામાં આવ્યો હતો. વડોદરામાં ક્લસ્ટર ઝોન નાગરવાડામાંથી ગુરૂવારે મોડી સાંજે વધુ 17 નવા કેસ પોઝિટિવ આવ્યા છે. જ્યારે ગુરૂવારે સવારે એક ડોક્ટર સહિત 4 પોઝિટિવ કેસો નોંધાયા હતા આમ એક જ દિવસમાં વડોદરા શહેરમાં 21 પોઝિટિવ નોંધાયા હતા. અને આજે 8 વધુ કેસ સામે આવ્યા છે. વડોદરા શહેરમાં કુલ પોઝિટિવ કેસ વધીને 47 થઇ ગઇ છે.