રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: મંગળવાર, 30 જૂન 2020 (07:45 IST)

World Coronavirus Updates - વિશ્વભરમાં અત્યાર સુધી 1.04 કરોડ કોરોના સંક્રમિત, છેલ્લા 24 કલાકમાં બ્રાઝિલમાં સૌથી વધુ મોત

ચીનના વુહાન શહેરથી શરૂ થયેલા કોરોના વાયરસથી દુનિયાભરના એક કરોડથી વધુ લોકોનેપોતાના સંકજામાં લીધા છે. . દરરોજ લગભગ દોઢ લાખ લોકો તેની ચપેટમાં આવી રહ્યા છે.  વર્લ્ડમીટર મુજબ અત્યાર સુધી  આખા વિશ્વમાં એક કરોડ 4 લાખ લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે. જ્યારે કે મોતનો આંકડો પાંચ લાખને પાર કરી ગયો છે. જોકે, 56 લાખથી વધુ લોકો સ્વસ્થ પણ થયા છે. વિશ્વના કોરોના 70 ટકા કેસ ફક્ત 12 દેશોમાંથી જ આવ્યા છે. આ દેશોમાં કોરોના પીડિતોની સંખ્યા 72 લાખથી વધુ છે.
 
દુનિયામાં ક્યા કેટલા કેસ, કેટલા મોત
 
કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશોની યાદીમાં હજુ પણ સૌથી ઉપર યુ.એસ. છે. અહી  26.80 લાખ લોકો કોરોનાના શિકાર બન્યા છે, જ્યારે એક લાખ 28 હજારથી વધુ લોકો માર્યા ગયા છે. સાથે  જ બ્રાઝિલમાં પણ કેસ બધ થયા નથી. અહીં અમેરિકા કરતા વધુ કેસો અને મૃત્યુ નોંધાયા છે. 
બ્રાઝિલમાં છેલ્લા 24 કલાકમાં, કુલ 259 હજાર નવા કેસ આવ્યા અને 727 લોકોનાં મોત થયાં. બ્રાઝિલ પછી, રશિયા અને ભારતમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વિશ્વમાં સૌથી ઝડપથી વધી રહી છે.
 
અમેરિકા: કેસ - 2,681,527, મૃત્યુ - 128,774
બ્રાઝિલ:  કેસ - 1,370,488, મૃત્યુ - 58,385
રશિયા:   કેસ - 641,156, મૃત્યુ - 9,166
ભારત:    કેસ - 567,536, મૃત્યુ - 16,904
યુકે:       કેસ - 311,965, મૃત્યુ - 43,575
સ્પેન:     કેસ - 296,050, મૃત્યુ - 28,346
પેરુ:       કેસ - 282,365, મૃત્યુ - 9,504
ચિલી:     કેસ - 275,999, મૃત્યુ - 5,575
ઇટાલી:    કેસ - 240,436, મૃત્યુ - 34,744
ઇરાન:     કેસ - 225,205, મૃત્યુ - 10,670
 
 
12 દેશોમાં બે લાખથી વધુ કેસ
બ્રાઝિલ, રશિયા, સ્પેન, યુકે, ઇટાલી, ભારત, પેરુ, ચિલી, ઇટાલી, ઈરાન, મેક્સિકો અને પાકિસ્તાનમાં કોરોના કેસની સંખ્યા 200,000 ને વટાવી ગઈ છે. સાથે જ  તુર્કી, જર્મની અને દક્ષિણ અરબીમાં 1 લાખ 80 હજારથી વધુ કેસ નોંધાયા છે. વિશ્વમાં મહત્તમ સંખ્યાના મામલામાં ભારત ચોથા ક્રમે છે, જ્યારે મૃત્યુની સંખ્યામાં તે આઠમા ક્રમે છે