પોતાની કારકીર્દી દરમિયાન તમામ વિવાદો ઉપરથી પર્દો ઉચકતાં પૂર્વ ક્રિકેટ કેપ્ટન સૌરવ ગાંગુલીએ જણાવ્યું હતું કે તે પૂર્વ કોચ ગ્રેગ ચેપલ સાથેનાં વિવાદ છતાં તેને માફ કરી દીધા છે.
રાજકોટની મેચનાં રાજા સ્ટાર બેટ્સમેન યુવરાજને ટેસ્ટ ટીમમાં સ્થાન ન મળવાનો અફસોસ તો છે. પણ સાથે સાથે તેને વન ડે ટીમમાં ફટકારેલા સદીથી પણ તે સંતુષ્ઠ દેખાય છે.
ભારતમાં સાત વન ડે અને બે ટેસ્ટ રમવા આવેલી ઈગ્લેન્ડની ટીમનાં પ્રવાસની શરૂઆત હારથી થઈ છે. રાજકોટ ખાતે રમાયેલી પ્રથમ વન ડે મેચમાં ભારતનો 158 રને વિજય થયો હતો. ઈગ્લેન્ડ સામે 388 રનનો ટારગેટ હતો. પણ ઈગ્લેન્ડની ટીમ 37 ઓવરમાં 229 રનમાં જ પેવેલિયન ભેગી થઈ ...
મહારાષ્ટ્રના સાભા ભગત અને તમિલનાડુની જી ગાયત્રીએ 24મી રાષ્ટ્રીય જુનિયર એથલેટિક્સ ચેમ્પિયનશિપના બીજા દિવસે આજે અહીં શાનદાર પ્રદર્શન કરતા નવા રાષ્ટ્રીય રેકોર્ડનું નિર્માણ કર્યુ છે.
આજથી રાજકોટમાં શરૂ થયેલી ભારત અને ઈંગ્લેંડ વચ્ચેની સાત મેચોવાળી વનડે શ્રેણીની પ્રથમ વનડે મેચમાંભારતીય ઓપનર ગૌતમ ગંભીર અને સહેવાગની શરૂઆતી ભાગીદારી જોરદાર રહી હતી.
અનિલ કુમ્બલે અને સૌરવ ગાંગુલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધેલા સન્યાસ બાદ પૂછવામાં આવ્યુ હતું કે તેઓ શું સન્યાસ લેવાના છે. જેના જવાબમાં સચિને કહ્યુ હતું કે હું હજી તો ફીટ છું. મારે જ્યારે સન્યાસ લેવાનો થશે ત્યારે હું જણાવી દઈશ.
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકર પ્રથમ ત્રણ વનડેમાંથી બહાર છે. ઝડપી બોલર ઈશાંત શર્મા પણ ઈજાગ્રસ્ત હોવાના કારણે પ્રથમ વનડેમાંથી બહાર છે. છતાં ભારત પાસે એવા દમદાર ખેલાડીઓ છે જે શુક્રવારે રાજકોટમાં શરૂ થનારી વનડે મેચમાં ઈંગ્લેંડને માત આપી શકે.
ભારત સાથે સાત મેચવાળી એક દિવસીય આતંરરાષ્ટ્રીય ટેસ્ટ શ્રેણી રમવા આવેલી ટીમ ઈંગ્લેંડને બીજી અભ્યાસ મેચમાં મુંબઈ ક્રિકેટ સંઘ એકાદશ વિરૂદ્ધ શરમજનક હાર મેળવી હતી.
નાગપુરમાં ભારત દુનિયાની નંબર એક ટેસ્ટ ટીમ ઓસ્ટ્રેલિયાને હરાવીને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 120 રનથી જીતી ગયુ છે. આવી ક્ષણે એ તો દેખીતુ જ છે કે દરેક ભારતીય ક્રિકેટ પ્રેમીને ગર્વ થઈ રહ્યો હશે.
બોર્ડર ગાવસ્કર ટ્રોફીની અંતિમ ટેસ્ટનાં ચોથા દિવસે ભારતે ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધ 382 રનનો ટારગેટ મુક્યો છે. ભારતે 295 કર્યા હતાં. જેમાં સહેવાગનાં 92, ધોનીનાં 55 અને હરભજનનાં 51 રન મહત્ત્વનાં હતાં.