0
ત્રીજી ટેસ્ટમાં કર્સ્ટન હાજર નહી રહે
મંગળવાર,ઑગસ્ટ 5, 2008
0
1
ભારતની વન ડે ટીમનો કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને ખેલ રત્ન પુરસ્કારથી નવાજવામાં આવ્યો છે. કેન્દ્રનાં રમત ગમત મંત્રાલય દ્વારા આજે તેની જાહેરાત કરવામાં આવી હતી.
1
2
કોલંબો. ભારતે દમદાર લડત આપી બીજી ટેસ્ટ મેચમાં શ્રીલંકાને 170 રનથી પછાડ્યું છે. ભારતે બીજા દાવમાં શ્રીલંકા સામે 292 રનનો ટારગેટ મૂક્યો હતો, જેની સામે લંકાની ટીમ માત્ર 136 રનમાં ઓલ આઉટ થઇ હતી.
2
3
ભારત અને શ્રીલંકા વચ્ચે રમાય રહેલી બીજી ટેસ્ટ રોમાંચક મોડમાં પહોચી ગઈ છે. ભારતીય બોલરો શ્રીલંકાનાં બેટ્સમેનો પર પોતાનો પ્રભાવ પાડવામાં સફળ થશે તો જીતવાની શક્યતા વધારે છે.
3
4
ભારતે ગાલે ટેસ્ટનાં ત્રીજા દિવસે ભારતે તેની સ્થિતિ મજબૂત બનાવી દીધી છે. શ્રીલંકાને 292 રનમાં ઓલઆઉટ કર્યા બાદ ભારતે તેની બીજી ઈનીંગની મજબૂત શરૂઆત કરી હતી.
4
5
ભારતીય સ્પીનર ભજજીએ પોતાના હાથનો જાદુ બતાવતાં શ્રીલંકાની ટીમ 292 રનમાં પેવેલીયન ભેગી થઇ છે. ગાલે ટેસ્ટનાં ત્રીજા દિવસની શરૂઆત કરતાં લંકાની ટીમે પાંચ વિકેટે 215 રનથી રમવાનું શરૂ કર્યું હતું. પરંતુ માત્ર 41 રન ઉમેરીને ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી.
5
6
ગાલે ટેસ્ટનાં બીજા દિવસે ભારતની ઈનીંગ 329 રનમાં પુરી થઈ ગઈ હતી. તેના જવાબમાં શ્રીલંકાએ પોતાના દાવની શરૂઆત કરી હતી. પણ ભારતીય સ્પીનર હરભજનસિંહે ચાર વિકેટો ખેરવતાં શ્રીલંકા મુસીબતમાં આવી ગયું છે.
6
7
ભારત-શ્રીલંકાની બીજી ટેસ્ટ મેચનાં બીજા દિવસે ઓપનર વિરેન્દ્ર સહેવાગે બેવડી સદી ફટકારી ભારતની લાજ રાખી છે બાકી, અન્ય બેટસમેનો એક પછી એક પેવેલિયન ભેગા થઇ ગયા હતા.
7
8
ભારતનાં પૂર્વ ટેસ્ટ ક્રિકેટર અને વિનુ માંકડનાં પુત્ર અશોક માંકડનું આજે મુંબઈમાં 61 વર્ષની વયે નિધન થયું છે.
8
9
ભારત અને શ્રીલંકા વચ્ચે ગોલે ખાતે રમાઈ રહેલી બીજી ટેસ્ટનાં પ્રથમ દિવસે ભારતના બેટસમેનો ફરી એકવાર પાણીમાં બેઠા છે. ગાંગુલી 0, દ્રવિડ 2 તથા સચિન 5 રન બનાવી પેવેલિયન ભેગા થઇ ગયા હતા. જોકે સહેવાગ 128 રન સાથે રમતમાં ચાલુ ચાલુ છે. શ્રીલંકન બોલર મેન્ડીસે ...
9
10
બર્મિધન. હાલમાં ઈંગ્લેંડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે શરૂ થયેલી ટેસ્ટમાં સૌ પ્રથમ ટોસ જીતીને ઈંગ્લેંડે બેટીંગ કરવાનું પસંદ કર્યુ હતું.
10
11
મેલબોર્ન. આઈસીસીના અધિકારીઓના આંતરીક મતભેદને કારણે ક્રિકેટનો અંત આવી શકે છે એવી ભીતિ એસ્ટ્રેલીયાના ઉપ કપ્તાને વ્યક્ત કરી છે.
11
12
પોતાની જોરદાર શરૂઆતથી જ બીસીસીઆઈ સાથે ટક્કરમાં આવનાર ઈન્ડિયન ક્રિકેટ લીગે હવે અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં મેચ આયોજન કરવાની પરમીશન મેળવી લેતા ભારતીય ક્રિકેટ બોર્ડને ઝટકો આપ્યો છે
12
13
કરાચી. પાકિસ્તાન, બાંગ્લાદેશ, વેસ્ટઈંડીઝ અને કેનેડા વચ્ચે યોજાનાર ટોરેંટો ટ્વેંટી-20 ક્રિકેટ ટૂર્નામેંટ રદ કરી દેવામાં આવી છે.
13
14
બેંગલુરૂ. બેંગલુરૂ બાદ અમદાવાદમાં થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટની અસર ક્રિકેટ પર પણ થવા પામી છે. તાજેતરમાં થયેલા ધડાકાના કારણે ઓસ્ટ્રેલિઅન ક્રિકેટ ટીમ ઓક્ટોમ્બરમાં ભારત આવાની કદાચ ના કહે એવી શક્યતા છે.
14
15
ભારત અને શ્રીલંકા વચ્ચે શરૂ થયેલી ટેસ્ટ શ્રેણીમાં પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતને ઘુંટણીયે પાડી શ્રીલંકાએ એક ઇનીંગ તથા 239 રને ભારતને શરમજનક હાર આપી છે.
15
16
ચેમ્પિયન ટ્રોફી પાકિસ્તાનમાં જ રમાશે પરંતુ એમાં રમવા માટે કોઇ ખેલાડીને ફરજ પાડી ન શકીએ એવું આઇ.સી.સીના મુખ્ય કાર્યકારી અધિકારીએ કહ્યું હતું.
16
17
કોલંબો. ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઇ રહેલી ત્રિકોણીય ટેસ્ટ મેચમાં શુક્રવારે ત્રીજા દિવસે ભારતે 6 વિકેટના ભોગે માત્ર 159 રન કરતાં ફોલોઓનનો ભય તોળાઇ રહ્યો છે.
17
18
કોલંબો. ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઇ રહેલી પ્રથમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે શ્રીલંકાએ 6 વિકેટ ગુમાવી 600 રનનો સ્કોર કરી દાવ ડિક્લેર કર્યો હતો.
18
19
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે મીડિયામાં આવેલા સમાચારોનું ખંડન કરતાં જણાવ્યું હતું કે, ભારત દેશના સર્વોચ્ચ રમત પુરસ્કાર રાજીવ ગાંધી રમતરત્ન માટે ધોનીનું નામ સમયમર્યાદા પહેલા જ મોકલી દેવામાં આવ્યું હતું.
19