શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , ગુરુવાર, 5 મે 2016 (14:58 IST)

સાક્ષી સાથે લગ્ન કરતા પહેલા ધોનીનું આ અભિનેત્રી સાથે હતુ અફેયર ?

ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન મહેન્દ્ર સિંહ ધ્ની પોતાના લગ્ન (સાક્ષી ધોની સાથે) પહેલા તમિલ અભિનેત્રી લક્ષ્મી રાય સાથે કથિત રૂપે ડેટ કરી ચુક્યા છે. ઉલ્લેખનીય છે કે લક્ષ્મી રાય દક્ષિણ ભારતની જાણીતી અભિનેત્રી છે અને અનેક ફિલ્મોમાં કામ કરી ચુકી છે. મીડિયામાં સામે આવેલ રિપોર્ટ મુજબ ખુદ લક્ષ્મી રાયના વીતેલા દિવસોનો ખુલાસો કરતા કહ્યુ કે ધોની સાથે મારા સંબંધો ખૂબ જૂની વાત છે. જે ખૂબ પહેલા જ ખતમ થઈ ચુક્યા છે.  કેટલીક રિપોર્ટ મુજબ લક્ષ્મી રાય અને ધોનીની વચ્ચે કથિત રૂપે થોડા સમય સુધી અફેયર રહ્યુ હતુ.  પછી તેમનુ બ્રેકઅપ થઈ ગયુ. 
 
ઉલ્લેખનીય છે કે ધોની સાથે પોતાના સંબંધોની વાત કરી લક્ષ્મી રાય એ સમયે ચર્ચામાં આવી જ્યારે તેમણે એક ઈંટરવ્યુમાં ખુલાસો કર્યો કે તેમના ધોની સાથે સંબંધો હતા પણ એ સંબંધોને કોઈ નામ નથી આપી શકાતુ. 
 
રાયે કહ્યુ કે તેમને આશ્ચર્ય થાય છે કે લોકો આજે પણ એ વાતને મીઠુ મરચુ ભભરાવીને કરે છે. લક્ષ્મીએ અહી સુધી કહ્યુ કે સંબંધો મારી જીંદગીમાં દાગની જેમ છે. આ સંબંધોને અનેક વર્ષો થઈ ગયા છે. પણ લોકો આજે પણ તેના વિશે મને સવાલ પૂક્છે છે.  લક્ષ્મીએ કહ્યુ કે ધોની સાથે મારા સંબંધો વધુ દિવસ નથી ચાલ્યા પણ છતા પણ લોકો તેના વિશે વારેઘડીએ વાત કરે છે.  
 
ઉલ્લેખનીય છે કે ધોની અને લક્ષ્મીની મુલાકાત 2008માં થઈ હતી. તેના બર્થડે પાર્ટીમા ધોની અને સુરેશ રૈના સાથે ગયા. જ્યાર પછી તેનુ નામ ધોની સાથે જોડાયુ. લક્ષ્મીનુ કહેવુ છે કે ધોની પછી અનેક લોકો સાથે તેના સંબંધો રહ્યા પણ લોકો તેમની તો વાત જ નથી કરતા.