આવતીકાલે નાગપુરમાં ઓસ્ટ્રેલિયા સામે ચોથી અને અંતિમ વનડે મેચ પૂર્ણ થયા બાદ ભારતનો મુકાબલો ઈંગ્લેંડ સામે 14 નવેમ્બરથી શરૂ થઈ રહ્યો છે. જેના માટેની ટીમની જાહેરાત આવતી કાલે જ થઈ જશે.
ભારતીય કપ્તાન અનિલ કુમ્બલેએ ક્રિકેટજગતમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી.ત્યારે ક્રિકેટ સાથે જોડાયેલા નામી ખેલાડીયોએ કુમ્બલે માટે આદર્શ, યોદ્ધા, ચેમ્પિયન, જેવા શબ્દોથી વધાવ્યા હતાં.
ભારતીય ટીમના જોરદાર ઓપનર વિરેન્દ્ર સહેવાગ ઓસ્ટ્રેલિયાની સામે ચાલી રહેલી ટેસ્ટ સિરીઝના ત્રીજી ટેસ્ટ મેચના બીજા દાવમાં માત્ર 16 રન બનાવીને આઉટ થઈ ગયા હતાં. પરંતુ માત્ર એક રન બનાવવાની સાથે જ વીરૂ વર્ષના સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયા હતાં.
ફિરોઝશાહ કોટલાની ત્રીજી ટેસ્ટ મેચ ભલે ડ્રો થઈ ગઈ હોય પરંતુ આ મેચને ભવિષ્યમાં યાદ કરવામાં આવશે, કારણ કે આ મેચમાં સૌથી વધારે સ્કોર રચાયો છે. જોકે લંચ પહેલા બેવડી સદી લગાવનાર ગંભીર બીજા દાવમાં કશુ કાઠુ કાળી શક્યા નહી.
વીરેન્દ્ર સહેવાગ હંમેશા પોતાની શાનદાર બેટિંગથી ઓળખાય છે. પરંતુ આ વખતે વીરુએ ઓફ સ્પિનનો જાદુ બતાવીને ફેમશ હિરો બની ગયા હતાં, પણ તેઓ બેટિંગમાં સારો દેખાવ ન કરી શકવાને લીધે જીરો સાબિત થયા.
ભારતીય કપ્તાન અનિલ કુમ્બલેએ મેચ દરમિયાન કેચ પકડવા જતા થયેલી ઈજાના કારણે દસ ટાંકા લેવા પડ્યા હતાં. જેના કારણે હવે તે રમી શકશે કે કેમ તેવા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલ ત્રીજી ટેસ્ટ ક્રિકેટ મેચના તણાવગ્રસ્ત પળોમાં થોળી મજેદાર પળો પણ ઉમેરાઈ ગઈ હતી, જ્યારે એક મધમાખીઓની એક ટોળી મેદાનમાં આવી ગઈ હતી.
ગાવસ્કર ટેસ્ટ સિરીઝના ત્રીજી ટેસ્ટના ચોથા દિવસે ઓસ્ટ્રેલિયાએ ભારતના વિશાળ સ્કોરનો જબરદસ્ત જવાબ આપ્યો હતો. બે દાવમાં મોટા સ્કોર થવાથી હવે આ મેચ ડ્રો થવાના રસ્તે દેખાઈ રહી છે
કપ્તાન અનિલ કુમ્બલે અને હરભજનસિંહ ઈજાગ્રસ્ત હતાં. છતાં વીરેન્દ્ર સહેવાગે સ્પિન બોલિંગનો જાદુ ચલાવીને ઓસ્ટ્રેલિયાની ત્રણ વિકેટ ઝડપી ભારતે ત્રીજા ટેસ્ટ મેચ માટે ઓસ્ટ્રેલિયા પર પોતાનો દબદબો બનાવી લીધો છે.
બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ સીરીઝના ત્રીજા દિવસે દાવમાં ભારતના વિશાળ સ્કોરના જવાબમાં ઓસ્ટ્રેલિયાઈ બેટ્સમેનોએ શાનદાર શરૂઆરત કરી હતી, ભારતે ગુરૂવારે પોતાના દાવને 613/7ના સ્કોર પર જાહેરાત કરાઈ હતી.
રહેલી ત્રીજી ટેસ્ટનાં બીજા દિવસે ભારતે પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી છે. ગૌતમ ગંભીર અને વીવીએસ લક્ષ્મણ વચ્ચેની 278 રનની પાર્ટનરશીપે ભારતનો સ્કોર 500ની પાર લગાવી દીધો હતો. છેલ્લા પ્રાપ્ત સમાચાર મુજબ ભારતે 6 વિકેટે 530 રન બનાવી લીધા હતા