રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: શનિવાર, 9 માર્ચ 2024 (15:49 IST)

લગ્નના થોડા કલાક પહેલા પિતાએ કરી જીમ ટ્રેનર પુત્રની હત્યા, કારણ જાણીને ચોંકી જશો

આપણે  લોકોને એમ કહેતા સાંભળ્યા છે કે દરેક પિતાનું સપનું હોય છે કે તે પોતાના પુત્રને વરરાજા બનતા જુએ અને તેને ઘોડી પર બેસાડે. જો કોઈ પિતા પુત્રના લગ્નના દિવસે જ  તેને મારી નાખે તો તેને શું કહેવાય? દેશની રાજધાની દિલ્હીમાં આ દિલને હચમચાવી દે તેવી ઘટના બની છે. જ્યાં જીમ ટ્રેનર ગૌરવ સિંઘલના લગ્નનો ઉત્સાહ   આંખના પલકારામાં શોકમાં ફેરવાઈ ગયો. પોલીસે માહિતી આપી છે કે લગ્નની જાન નીકળવાના થોડા કલાકો પહેલા જ ગૌરવના પિતાએ તેની હત્યા કરી નાખી હતી. હત્યા બાદ આરોપી પિતા જયપુર ભાગી ગયો હતો. જ્યાંથી દિલ્હી પોલીસે તેની ધરપકડ કરી હતી. 
 
પોલીસ તરફથી મળતી માહિતી મુજબ ગૌરવના પિતાએ પોતાના અપમાનનો બદલો લેવા માટે હત્યા કરી. ઘટના બુધવારે 6 માર્ચના મોડી રાતની છે. મૃતક ગૌરવના પિતાનુ નામ રંગલાલ સિંઘલ બતાવાય રહ્યુ છે. એક રિપોર્ટ મુજબ ગૌરવ અને તેની મા પોતાના પિતાથી અલગ રહેતા હતા. ગૌરવ અને પિતા સિંઘલ દેવલી એક્સટેંશનમાં એક જ વિસ્તારમાં રહેતા હતા. પણ જુદા જુદા ઘરમા. આ ઘટના થઈ ત્યારે ગૌરવ પોતાના ઘરમાં જ હતો. ત્યારે તેના પિતાએ ઘરમાં ઘુસીને તેની હત્યા કરી નાખી.  તેને તરત જ સાકેતના મૈક્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો પણ ત્યા પહોચતા તેને મૃત જાહેર કરવામાં આવ્યો. 
 
પોલીસે જણાવ્યુ કે ગુરૂવાર 7 માર્ચના લગભગ 12.30 વાગે એક કોલ દ્વારા આ મામલાની માહિતી મળી. ગૌરવનુ ઘટના સ્થળ પર જ મોત થઈ ગયુ હતુ. પોલીસે કહ્યુ કે વિસ્તારના CCTV ફુટેજની તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટનામા ચાર અન્ય લોકો પણ સામેલ હતા. જે હાલ ફરાર છે. પોલીસે જણાવ્યુ કે બાકી આરોપીઓની શોધ કરવામાં આવી રહી છે.