બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: ઈન્દોર , શુક્રવાર, 26 જુલાઈ 2024 (11:58 IST)

બાળકીએ માતાને રડતા રડતા કહ્યુ.... ઓટોવાળા અંકલ મારા કપડા ખોલી નાખે છે, કહે છે કે કીડી કાઢી રહ્યો છુ

rape
Indore Crime News - જૂની ઈન્દોર પોલીસ સ્ટેશન ક્ષેત્રમાં પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. પોલીસે ઓટો રિક્ષા ડ્રાઈવરની ધરપકડ કરી લીધી છે. આરોપી બાળકીને ઘરેથી શાળામાં લઈ જતી વખતે હરકત કરતો હતો. 
 
ત્રણ દિવસ પહેલા તેણે બાળકીના નાજુક અંગો સાથે છેડછાડ કરી. બાળકીએ રડતા રડતા સ્વજનને ઘટના બતાવી અને ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ નોંધાવી. જોન-4 ના એડિશનલ ડીસીપી આનંદ યાદવ મુજબ બાળકી પલસીકર કોલોની ક્ષેત્રના ખાનગી શાળામાં અભ્યાસ કરે છે. 
 
 સ્કુલ લઈ જતી વખતે ખોટી હરકત કરતો હતો 
ઓટો રિક્ષા ડ્રાઈવર કામેશ બાળકોને શાળામાં મુકવા જવાનુ અને લાવવાનુ કામ કરતો હતો. બાળકીની માતાએ પોલીસને જણાવ્યુ કે બાળકીના ઘરેથી સ્કુલ લઈ જતી વખતે ઓટો રિક્ષા ડ્રાઈવર તેની સાથે ગંદુ કામ કરતો હતો. 
 
બાળકીને દુ:ખાવો થઈ રહ્યો હતો 
તે બાળકીના કપડા ખોલતો હતો અને  બાળકીના વિરોધ કરવા પર કહેતો કે તે કીડી કાઢી રહ્યો છે.  આરોપી અનેક દિવસોથી આવુ કરી રહ્યો હતો. 23 જુલાઈના રોજ તેને આવી હરકત કરી. બાળકીને ખૂબ દુ:ખાવો થઈ રહ્યો હતો. 
 
પોલીસની પાસે પહોંચીને ઘટના બતાવી 
 માતાએ તેને પુછ્યુ તો તેણે જણાવ્યુ કે રિક્ષાવાળા અંકલ તેની સાથે હરકત કરી છે. સ્વજનો બાળકીની પીડા સાંભળીને ગભરાય ગયા. સાંજે પોલીસ સ્ટેશન પહોચ્યા અને આખી ઘટના બતાવી. પોલીસે તત્કાલ એફઆઈઆર નોંધાવીને આરોપીની ધરપકડ કરી લીધી. પોલીસે આ મામલે તેની પૂછપરછ કરી રહી છે. ઘટના પછી બાળકી ગભરાઈ ગઈ છે.