શનિવાર, 16 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: શુક્રવાર, 14 જૂન 2024 (12:59 IST)

ઓવૈસીની પાર્ટીના નેતાએ 16 લાખની સોપારી આપી હત્યા કરાવી

leader of Owaisi's party arrested
leader of Owaisi's party arrested

સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ઉચવાણ ગામે આવેલા કબ્રસ્તાનમાંથી ગત સોમવારે બે હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા. કબ્રસ્તાનની રખવાળી કરતો માણસ નિત્યક્રમ મુજબ કબ્રસ્તાનમાં ગયો હતો. ત્યારે જમીન પર લોહીના લીસોટા હતા. જેથી તેને કઈ અજગતું થયું હોવાની શંકા જતા તેણે આગળના ભાગે જોતા તાજી ખોદેલી કબર જોઈ હતી અને કબર પર પતરા ગોઠવી દેવામાં આવ્યા હતા. જેને લઇને તેને શંકા જતા તેણે ગ્રામજનોને જાણ કર્યા બાદ ઉમરપાડા પોલીસને બોલાવમાં આવી હતી.

ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં કબર ખોદતા બે લાશો મળી હતી. બંનેના ગળાના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા જોવા મળ્યા હતાં. જેને લઈને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો અને હત્યારા આરોપીઓ સુધી પોલીસ પહોંચી છે. જ્યાં ઓવૈસીની AIMIM પાર્ટીના સુરતના નેતાએ જ 16 લાખની સોપારી પોતાના જમાઈને આપી હત્યા કરાવી હતી. પોલીસે બંને મૃતદેહને બહાર કાઢી તપાસ કરતા એકના ખિસ્સામાંથી ચિઠ્ઠી મળી આવી હતી. જેમાં તેના ઘરના સભ્યનો મોબાઈલ નંબર હતો. જેથી પોલીસે તેઓનો સંપર્ક કરતા પરિવારજનો સ્થળ પર પહોંચી ગયા હતા અને બન્નેની ઓળખ કરી હતી. જેમાં એકનું નામ બિલાલ ઉર્ફે ચાંદી જમીલ સૈયદ અને અજરુદ્દીન ઉર્ફે અજજુ કાદર શેખ હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ બન્ને ઈસમો સુરત શહેરમાં માથાભારે છાપ ધરાવતા હોવાનું સામે આવ્યું હતું.

મૃતક બિલાલ ઉર્ફે ચાંદી સૈયદ વિરૂદ્ધ આર્મ્સ એક્ટ, મારામારીના ગુનાઓ નોંધાઈ ચૂક્યા હતા. પોલીસે પરિવારજનો તેમજ મૃતકોના સગા સબંધીઓની પૂછપરછ કરતા આ બન્ને અફઝલ નામના ઇસમ સાથે સુરતથી ઉમરપાડા બાજુ આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે અફઝલની તપાસ કરતા અફઝલનો કોઈ પત્તો લાગ્યો ન હતો.પોલીસે અફઝલ શેખની કોલ ડિટેલ્સ ચેક કરતા એક રાત્રિના સૌથી વધુ વાતચીત જે નબર પર થઈ હતી. એ મોબાઈલ નબર તપાસ કરતા ઓવૈસીની AIMIM પાર્ટીના નેતા ખુર્શીદ સૈયદનો હતો. પોલીસે તુરંત ખુર્શીદ સૈયદને દબોચી એલસીબી ઓફિસ ખાતે લાવી કડક પૂછપરછ કરતાં ખુર્શીદ સૈયદ પોપટની જેમ બોલવા લાગ્યો અને બિલાલ ઉર્ફે ચાંદી જમીલ સૈયદને મારવા તેના જમાઈ અસ્લમ શેખ મારફતે અફઝલ શેખને 16 લાખની સોપારી આપી હતી અને પ્લાન ઘડ્યો હોવાની કબૂલાત કરી છે.