ગુરુવાર, 2 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: ફતેહાબાદઃ , બુધવાર, 11 જાન્યુઆરી 2023 (15:44 IST)

નામ જલેબી બાબા પણ કરતૂતો કાળી, 100થી વધુ મહિલાઓ સાથે રેપના દોષી એવા કોણ છે આ વ્યક્તિ ?

jalebi baba
હરિયાણાના ફતેહાબાદના ટોહનાના 63 વર્ષના બાબાના કાળા કરતૂઓ જાણીને બધા ચોંકી ગયા છે. ફાસ્ટટ્રેક સ્પેશિયલ કોર્ટે આ બાબાને 100થી વધુ મહિલાઓ પર બળાત્કાર અને તેમની વિડિયો ક્લિપ બનાવવા માટે દોષિત ઠેરવ્યો છે. આ બાબા વિસ્તારમાં જલેબી બાબા અને અમરપુરી 'બિલ્લુ' તરીકે ઓળખાતા હતા અને તેનું પૂરું નામ અમરવીર છે.
 
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જલેબી બાબાએ વીડિયો ક્લિપનો ઉપયોગ મહિલાઓનું શોષણ અને બ્લેકમેલ કરવા માટે કર્યો હતો. શહેરમાં એક વીડિયો વાયરલ થયા બાદ ટોહાના સિટી પોલીસે 19 જુલાઈ, 2019ના રોજ તેની સામે કેસ નોંધ્યો હતો. પાછળથી તપાસમાં, પોલીસને ઓછામાં ઓછી 120 વિડિયો ક્લિપ્સ મળી, દરેક અલગ-અલગ પીડિતાની અને અમરવીરના મોબાઈલ ફોનમાંથી શૂટ કરવામાં આવી.
 
કોણ છે જલેબી બાબા ? 
 અમરવીર લગભગ 23 વર્ષ પહેલા પંજાબના માનસા શહેરથી તોહાના આવ્યો હતો. તેની પત્ની મૃત્યુ પામી હતી અને તે ચાર છોકરીઓ અને બે છોકરાઓનો પિતા છે. પ્રથમ 13 વર્ષ સુધી, તે જલેબીનો સ્ટોલ ચલાવતો હતો, જ્યાં તે એક તાંત્રિકને મળ્યો, જેની પાસેથી અમરવીર તંત્ર-મંત્ર શીખ્યો.
 
આ પછી અમરવીર થોડા વર્ષો માટે તોહાનાથી ગાયબ થઈ ગયો અને પછી મંદિર સાથે ઘર બનાવવા માટે પાછો ફર્યો. અહીં તેમની ઘણી સ્ત્રીઓ અનુયાયી બની હતી. 2018માં પણ તેના એક પરિચિતની પત્નીએ તેના પર મંદિરની અંદર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. જોકે આ કેસમાં તેને જામીન મળી ગયા હતા.