સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: બુધવાર, 11 જાન્યુઆરી 2023 (13:34 IST)

મહિલા મિત્રને દારૂ પિવડાવી કર્યો ગેંગરેપ- અમદાવાદમાં મિત્રો દ્વારા યુવતી પર સામૂહિક બળાત્કાર, બે આરોપીની ધરપકડ

શુક્રવાર 6 જાન્યુઆરીએ આરોપી લાલાસાહેબ તેણીને પોતાની કારમાં અમદાવાદ લઈ ગયો હતો. આ સમયે તેની સાથે અન્ય બે આરોપીઓ પણ કારમાં હતા. લાલાસાહેબ અન્ય લોકો સાથે દારૂ પીતા હતા. જે બાદ ત્રણેય આરોપીઓએ દારૂના નશામાં મહિલા સાથે ગેંગરેપ કર્યો હતો.
 
7 જાન્યુઆરીએ પીડિતાએ મુંબઈ આવતાની સાથે જ તેના પતિને આખી ઘટના જણાવી. પતિએ તરત જ નજીકના વિલેપાર્લે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. આ પછી પોલીસે તપાસ શરૂ કરી અને બે આરોપીઓની ધરપકડ કરી. હવે પોલીસ ત્રીજા આરોપીને શોધી રહી છે.
 
તેઓ અમદાવાદના એક ફ્લેટમાં રોકાયા હતા, મોડી રાત સુધી જુગાર રમતા હતા, અને સાથે દારૂ પીધો હતો ત્યાર ત્રણેય દારુના નશામાં ભાન ભૂલ્યા હતા અને ગેંગરેપ કર્યો હતો. એટલું જ નહીં પરંતુ ત્રણેય આખી રાતે મહિલા સાથે હેવાનિયત કરતા રહ્યાં હતા. બીજા દિવસે તેઓ બધા મુંબઈ પરત ફર્યા હતા.