સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 17 જૂન 2022 (13:08 IST)

ગુજરાત એટીએસને મોટી મળી સફળતા, દિલ્હીથી કરી 3 આરોપીની ધરપકડ

ગુજરાતમાં ડ્રગ્સ મળવાની ઘટના વારંવાર પ્રકાશમાં આવતી હોય છે. શું ગુજરાતનો દરિયા કિનારો ડ્રગ્સ અને નશીલા પદાર્થની હેરાફેરી માટે સલામત ઝોન બની ગયો છે. કચ્છના જખૌ વિસ્તારમાંથી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. સર્ચ ઓપરેશન દરમિયાન 56  કિલો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો.
 
જખૌના દરિયામાંથી હેરોઈન પકડાવવાના કેસમાં ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. જખૌ બંદર પરથી પકડાયેલ 280 કરોડના ડ્રગ્સ ઝડપાવા મામલે ગુજરાત એટીએસે દિલ્હીથી વધુ ૩ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત એટીએસે દિલ્હીની જેલમાંથી આરોપીની ધરપકડ કરી છે. જેમાં ૨ અફઘાની અને એક દુબઈના ડ્રગ્સ પેડરલના ભાઈની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ રાઝી હૈદરે ડ્રગ્સ માંગાવ્યો હોવાનો ખુસાલો થયો છે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ રૂ. 1.45 કરોડની કિંમતનો 724 કિલો ગાંજા જપ્ત કર્યો છે, જે ઓડિશાથી ટ્રકમાં દાણચોરી કરીને સુરત લાવવામાં આવ્યો હતો. NCBએ છ લોકોની ધરપકડ કરી છે, જેમાં ડ્રગ્સનું કન્સાઈનમેન્ટ લેવા આવેલા લોકો પણ સામેલ છે. એજન્સીના અધિકારીઓએ આ જાણકારી આપી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, "સર્વેલન્સ પછી, NCBની એક ટીમે ટ્રક તેમજ કન્સાઇનમેન્ટના રીસીવરને અટકાવ્યા હતા જ્યારે માદક દ્રવ્યોની ડિલિવરી (સુરતમાં) ચાલી રહી હતી." રીસીવર સહિત છ લોકોની બે વાહનો અને એક લાખની રોકડ સાથે ધરપકડ કરવામાં આવી છે.