શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 17 જૂન 2022 (11:20 IST)

ગુજરાતમાં આતંકી મોડ્યુલનો પર્દાફાશ, ગુજરાત ATSએ આતંકીઓનું મોડ્યુલ શોધી કાઢ્યું

gujarat ats
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત પૂર્વે એટીએસ દ્વારા ગુજરાતમાં આતંકીઓનું નવું મોડ્યુલ શોધી કાઢ્યું છે. આંતકી પ્રવૃતિ માટે વિદેશથી મોકલાતી નાણાકીય મદદ ઉપર સરકારે લગામ કસવા લાવેલા નવા કાયદા બાદ ભાંગફોડિયાં તત્ત્વોએ વિદેશી ફંડિંગ મેળવવા નવી તરકીબ શોધી કાઢી હતી.  ત્યાં બીજી તરફ ગુજરાત એટીએસે રાજ્યમાં આતંકવાદીઓનું નવું મોડ્યુલ શોધી કાઢ્યું છે. જેમાં વડોદરા, ગોધરા અને અમદાવાદમાંથી ચારની અટકાયત કરી લેવામાં આવી છે. આ તમામ આઈએસઆઈએસના હેન્ડલરના સંપર્કમાં હોવાનું જાણવા મળ્યું છે. 
 
બુધવારે વહેલી સવારે એટીએસની ટીમે વડોદરામાં રહેતા ડૉ. સાદાબ પાનવાળા અને ફતેગંજ વિસ્તારમાં રહેતી સાબિહા ખીલજી નામની મહિલાની અટકાયત કરી બંનેને અમદાવાદ લાવવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત ગોધરામાં ભંગારનો વેપાર કરતા ઇશાક અને દાણીલીમડામાં રહેતા એક ફેક્ટરી સંચાલક પઠાણની પણ અટકાયત કરી લેવામાં આવી હતી. 
 
ભારતનાં વિવિધ રાજ્યમાં હુમલો કરવાની ધમકી આપ્યા બાદ કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ એલર્ટ
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં અલ કાયદાએ ભારતના વિવિધ રાજ્યમાં હુમલો કરવાની ધમકી આપ્યાં બાદ કેન્દ્રીય એજન્સીઓ સતર્ક થઈ હતી અને રાજ્યના એટીએસ વિભાગે પણ રાજ્યમાં ચાલતી આતંકી ગતિવિધિ અને એમાં સામેલ લોકોની તપાસ હાથ ધરી હતી, એ દરમિયાન ચોંકાવનારી માહિતી બહાર આવતા તાત્કાલિક પગલાં લેવાનુ શરૂ કર્યું હતું. જેના ભાગ રૂપે બુધવારે વેહલી સવારે એ ટી એસ ની ટીમે વડોદરાનાં વાડી તાઇવાડામાં રહેતા ડો. સાદાબ પાનવાલા અને ફતેગંજ વિસ્તારમાં રહેતી સાબિહા નામની યુવતીને અમદાવાદ લઇ જઇ પૂછપરછ શરૂ કરી છે.
 
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે નવા મોડ્યુલ સાથે સંકળાયેલા ગોધરાના ભંગારનાં વેપારી ઇશાકની પણ એટીએસની બીજી ટીમે એ જ સમયે પૂછપછર કરી હતી જ્યારે અમદાવાદ દાણીલીમડાના એક ફેક્ટરી સંચાલક પઠાણની પણ એટીએસએ દ્વારા લાંબી પૂછપરછ શરૂ કરી હતી જે ગુરુવાર સુધી ચાલી હતી.