મંગળવાર, 31 જાન્યુઆરી 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified મંગળવાર, 23 ઑગસ્ટ 2022 (15:39 IST)

પ્લેટફોર્મ પર સૂઇ રહેલી પત્નીને જગાડી, પતિએ પત્નીને ટ્રેન નીચે ફેંકી

railway track
એક યુવકે રેલ્વે પ્લેટફોર્મ પર સૂતેલી તેની પત્નીને જગાડીને ટ્રેક પર આવી રહેલી ટ્રેનની સામે ફેંકી દીધી હતી. આ ઘટનામાં 30 વર્ષીય મહિલાનું મોત થયું છે. આરોપી યુવક પોતાના બે બાળકોને લઇને ફરાર થઇ ગયો, પ્લેટફોર્મ પર રહેલા સીસીટીવી વીડિયોમાં આ દર્દનાક ઘટના કેદ થઇ ગઇ. 
 
આ ચોંકાવનારી ઘટના મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વસઈ રોડ રેલવે સ્ટેશનની છે.  રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 5 પર એક યુવક પોતાની પત્ની અને બે બાળકો સાથે હતો. સીસીટીવીમાં જોવા મળે છે કે યુવક પ્લેટફોર્મ પર આમથી તેમ ચક્કર લગાવતો જોવા મળે છે. તે પ્લેટફોર્મ પર આવી રહેલી ટ્રેન પર નજર રાખે છે.
 
આ ઘટના સોમવારે સવારે લગભગ ચાર વાગ્યે બની હતી. સીસીટીવીમાં યુવક પ્લેટફોર્મ પર ચક્કર લગાવતો જોવા મળે છે. તે પ્લેટફોર્મ પર આવતી ટ્રેન પર નજર રાખે છે. ટ્રેનને નજીક આવતી જોઈને તે બાળકો સાથે સૂતી પત્નીને જગાડે છે. ટ્રેન નજીક આવતા જ યુવકે તેની પત્નીને પાટા પર ફેંકી દીધી હતી.  પોલીસ કમિશનર ભજીરાવ મહાજને જણાવ્યું હતું કે અવધ એક્સપ્રેસની ટક્કરથી એક મહિલાનું મોત થયું છે. મહિલાને તેના પતિએ ટ્રેનની આગળ ફેંકી દીધી હતી