સોમવાર, 30 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 19 ઑગસ્ટ 2022 (18:16 IST)

ડાકોરમાં રણછોડરાયના દરબારમાં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર

dakor
ડાકોર ખાતે જન્માષ્ટમી પર્વની ઉજવણીનો રંગારંગ પ્રારંભ થઈ‌ ચૂક્યો છે. રણછોડજીના દરબારમાં વહેલી સવારથી જ ભક્તોનો પ્રવાહ શરૂ થઈ ચૂક્યો છે. આજે ભક્તોએ ભગવાનના દરબારમાં શીશ નમાવી ધન્યતા અનુભવી રહ્યા છે. મધરાતે કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થશે.પવિત્ર યાત્રાધામ ડાકોરમાં આજે જન્માષ્ટમી પર્વના રંગમા રંગાયું છે. વહેલી સવારની મંગળા આરતીમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડયા હતા અને 'જય રણછોડ માખણ ચોર', 'નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી'ના નારા સાથે મંગળા આરતીની શુભ શરૂઆત કરવામાં આવી હતી. કૃષ્ણ(લલ્લાં)નો જન્મદિવસની વધામણા દેવા ભાવિક ભક્તો અમદાવાદ, વડોદરા, સુરત, ભરૂચ તેમજ દેશ પરદેશથી આજે ઉમટી પડ્યા છે. આખા મંદિરને આસોપાલવના તોરણોથી સમજાવાયું છે. તેમજ મંદિરમાં અંદરના ભાગે તેમજ બહારના ભાગે રોશની કરવામા આવી છે.આજે વિવિધ ભજન મંડળીઓ કૃષ્ણના ભજનોની રમઝટ બોલાવશે. ઉપરાંત ભગવાનને વિવિધ શણગારથી સજાવવામાં આવ્યા છે અને મધરાતે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. પારણે ઝુલાવી અને ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવશે. આજે દિવસ દરમિયાન ભક્તોનો અવિરત પ્રવાહ ચાલુ રહેશે. આમ સમગ્ર ડાકોર આજે કૃષ્ણની ભક્તિમા લીન થઈ ગયેલુ નજરે પડે છે.રાતે 12 વાગે પ્રાગટ્ય સમયે શ્રીજી મહારાજને જન્મ સમયના પંચામૃત થાય છે. અને પછી વિશેષ લાલ ચૂંદડીના વસ્ત્રો ધરાવાય છે. ઠાકોરજીના મસ્તક પર સવા લાખનો મોટો મુકુટ તેમજ આયુધો સમેત ભારે શૃંગાર થઈ ઉત્સવના તિલક આરતી થાય છે. આ પછી લગભગ મધ્ય રાતે 2 વાગે શ્રી ગોંપાલાલજી સોનાના પારણામાં ઝૂલે છે. પારણામાંથી નિજ મંદિર પધાર્યા બાદ શ્રીજી મહારાજને ઉત્સવનો મહાભોગ આવે ધરાવાય છે. મહા ભોગ બાદ આરતી થઈ શયન સેવા થઈ નોમની વહેલી સવારે શયન થાય છે.