શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 16 ઑગસ્ટ 2022 (14:10 IST)

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૭૬માં સ્વાતંત્ર્ય પર્વ અવસરે કરેલી મહત્વ પૂર્ણ જાહેરાતો

cm bhupendra
રાજ્યના બધા જ ૨૫૦ તાલુકાના ૭૧ લાખ NFSA કાર્ડ ધારકોને રાહત દરે પ્રતિ માસ કાર્ડ દીઠ ૧ કિલો ચણા આપવામાં આવશે. અત્યારે માત્ર પ૦ વિકાસશીલ તાલુકાને લાભ મળે છે, તેનો વ્યાપ વધશે.રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ સમાવવા માટેના હાલના પાત્રતાના ધોરણોમાં હાલની આવક મર્યાદા રૂ. ૧૦,૦૦૦ /- પ્રતિ માસમાં વધારો કરીને રૂ. ૧૫૦૦૦/- કરવામાં આવશે.
 
રાજ્યમાં ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા ઝીરો એર પોલ્યુશન ધરાવતી ઇલેક્ટ્રીક બસ દ્વારકા, અંબાજી, સ્ટેચ્યુ ઓફ યુનિટિ જેવા આઇકોનિક રૂટ પર સંચાલનમાં મુકાશે.
 
રાજ્યના નાગરિકોની પરિવહન સુવિધા માટે આગામી સમયમાં રૂ. ૩૬૭ કરોડના ખર્ચે નવી ૧૨૦૦ BS-6 બસ સેવામાં મુકવામાં આવશે. રાજ્યના પ૦ બસ મથકોએ નાગરિક સુવિધા માટે ATM મુકવામાં આવશે.
 
વર્લ્ડ બેંકની સહાયતાથી એનકોર પ્રોજેક્ટ અન્વયે ખંભાતના અખાતને મળતી નદીઓના એસ્ચ્યુરિઝના પાણીની ગુણવત્તા ચકાસણી, રિઅલ ટાઇમ કોસ્ટલ વોટર મોનિટરીંગ સિસ્ટમ જેવા આધુનિક સાધનોથી કરવામાં આવશે.
 
એકતાનગર-કેવડીયા કોલોનીમાં ટ્રોમા સેન્ટરની સુવિધા સાથે ૫૦ બેડની જિલ્લા કક્ષાની નવી આધુનિક હોસ્પિટલ માટે ત્રણ કરોડ રૂપિયા ફાળવ્યા છે.