સોમવાર, 30 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 16 ઑગસ્ટ 2022 (11:17 IST)

ભાવનગરમાં બે ડમ્પર ચાલક હાઇવે પર ઉભા રહીને વાતો કરતા હતા, પાછળથી કાર આવીને અથડાઇઃ ચારના મોત

accident
ભાવનગર જિલ્લાના વલ્લભીપુર-ઉમરાળા હાઇવે રોડ પર રાત્રીના સમયે લક્ષ્મી પેટ્રોલ પંપ પાસે કાર અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક જ પરિવારના ત્રણ સહિત ચાર લોકોના કમકમાટી ભર્યા મોત નિપજયા હતા. આ ઘટના CCTV સામે આવ્યા છે. જેમાં જોવા મળે છે કે, બે ડમ્પર ચાલકો હાઇવે પર ઉભા રહીને એક બીજા સાથે વાતચીત કરે છે, ત્યારે ફોર વ્હીલર ગાડીમાં સવાર પરિવાર ટ્રક પાછળ ઘૂસી જાય છે.

અમરેલીનો આહીર પરિવાર સુરતથી પરત આવી રહ્યો હતો. તે દરમિયાન ભાવનગરના વલ્લભીપુર ઉમરાળા હાઈવે ર તેમની કારને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં આહિર પરિવારના ત્રણ સભ્યોના મોત થયા હતા. તેમજ એકને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેણે પણ દમ તોડ્યો હતો આમ, અકસ્માતમાં ચારના મોત થયા હતા. આ અકસ્માત એટલો ભયંકર હતો કે, લાશોને બહાર કાઢવા માટે કારના પતરા તોડવા પડ્યા હતા.આ બનાવે અંગે મૃતકના મોટાભાઈ સાંમત ભાભલુભાઈ ભુવાએ વલ્લભીપુર પોલીસ મથકે ફરિયાદ લખવતા જણાવ્યું હતું કે, મારો નાનોભાઈ જીલુ તેની પત્ની ગીતા, તેનો પુત્ર શુભમ તથા ભત્રીજો શિવમ સુરતથી સાતમ-આઠમના તહેવારમાં વેકશન મનાવવા ગામડે આવતા હતા, ત્યારે વલભીપુરથી ઉમરાળા હાઈવે પર લક્ષ્મી પેટ્રોલ પંપ નજીક એક ડમ્પરની પાછળની સાઈડમાં કાર અથડાતાં ત્રણના ઘટના સ્થળે મારા ભાઇના પરિવારના ત્રણ સભ્યોના કમકમાટી ભર્યા મોત નિપજયા હતા, જ્યારે એકનું સારવાર દરમિયાન મોત થયું હતું. પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.