શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 26 જુલાઈ 2022 (10:52 IST)

અમદાવાદમાં વર્ષ ૨૦૦૯માં થયેલા લઠ્ઠાકાંડમાં ૧૨૩ મોત નીપજ્યા હતા

Liquor
ધંધુકા અને બરવાળામાં લઠ્ઠાકાંડમાં મૃતકોની સંખ્યા પણ વધી શકે છે. આ  લઠ્ઠાકાંડે અમદાવાદમાં વર્ષ ૨૦૦૯માં થયેલા લઠ્ઠાકાંડની યાદ અપાવી દીધી છે.  જેમાં ૧૨૩ લોકોના મૃત્યુ થયા હતા. તેમજ સુરતમાં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં  ૨૪ લોકોના મોત નીપજ્યા હતા. વર્ષ ૨૦૦૯માં અમદાવાદમાં મહેમદવાદથી મોકલવામાં આવેલા કેમીકલ યુક્ત દેશી દારૃથી બાપુનગર, ઓઢવ અને કાંકરીયામાં કુલ 123 લોકોના મરણ થયા હતા અને ૨૦૦ લોકોએ આંખો ગુમાવી હતી.  જે અમદાવાદનો સૌથી મોટો લઠ્ઠા કાંડ હતો.

જે કેસમાં મુખ્ય આરોપી તરીકે કેમીકલ આપનાર જયેશ ઠક્કર અને દાદુ છારા , વિનોદ ડગરી અને રવિન્દ્ર પવાર સહિત ૩૩ લોકો વિરૃધ્ધ ચાર્જશીટ દાખલ કરવાાં આવી હતી. તો સુરતના લીબાયત, પુણા, કાપોદ્વા અને વરેલીમાં લઠ્ઠાકાંડ થયો હતો.જેમાં ૨૪ લોકોએ જીવ ગુમાવ્યા હતા. જે અંગે પણ તપાસમાં અનેક મોટા ખુલાસા થયા હતા.