શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 19 ઑગસ્ટ 2022 (16:44 IST)

વજુભાઈએ મોદીને કૃષ્ણ સાથે સરખાવ્યા

Vajubhai Vala
જન્માષ્ટમી 2022ના શુભ દિવસ પર ભાજપાના એક વરિષ્ટ નેતા અને કર્નાટકના પૂર્વ રાજ્યપાલ વજૂ વાળાએ શુક્રવારે પ્રધાનમંત્રે નરેંન્દ્ર મોદીની સરખામણી ભગવાન કૃષ્ણથી કરી, જે પરિવારવાદ (વંશવાદી રાજનીતિ) અને ભાઈ-ભત્રીજાવાદના વિરૂદ્ધ લડી રહ્યા છે. સમાચાર એજંસી આઈએએનએસના મુજબ વાળાએ શુક્રવારે રાજકોટમાં એક ધર્મસભાને સંબોધિત કરતા આ વાત કહી છે. 
 
પીએમ મોદી શ્રીકૃષ્ણ જેવા છે
કર્ણાટકના પૂર્વ રાજયપાલ વજુભાઇ વાળાએ રાજકોટમાં ધર્મસભાને સંબોધન કર્યું હતું. તેમણે ધર્મ સભામાં ગીતા અને કર્મની વાતો કરી હતી. તેમજ તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવનને ભગવાન કૃષ્ણના જીવન સાથે સરખાવ્યું હતું. ધર્મસભામા વજુભાઈ વાળાએ કહ્યું કે, પીએમ મોદી શ્રીકૃષ્ણ જેવા છે. નરેન્દ્ર મોદીએ શ્રીકૃષ્ણની જેમ સગાવાદને ક્યારેય મહત્વ નથી આપ્યું.