1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 15 ઑગસ્ટ 2022 (11:05 IST)

રાજસ્થાનના પાલીમાં બેકાબૂ ટ્રેલરે શ્રદ્ધાળુઓને કચડી નાખ્યા, 5ના મોત, 4 ઘાયલ

Rajasthan news
રાજસ્થાનના જોધપુર ડિવિઝનના પાલી જિલ્લામાં એક મોટા માર્ગ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે અને ચાર ઘાયલ થયા છે. આ ઘટના પાલી જિલ્લાના રોહત પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની છે. તમામ મૃતકો અને ઘાયલો બાબા રામદેવરાના મેળામાં દર્શન કરવા જઈ રહ્યા હતા. દરમિયાન બેકાબુ ટ્રેલરનો ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, પાલી જિલ્લાના રોહત પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોક દેવતા બાબા રામદેવના દર્શન કરવા જઈ રહેલા ભક્તોને એક બેકાબૂ ટ્રેલરે કચડી નાખ્યા હતા. તમામ શ્રદ્ધાળુઓ રસ્તા પર ભંડારા તરફ જઈ રહ્યા હતા ત્યારે પાછળથી આવી રહેલું એક બેકાબૂ ટ્રેલર તેમની ઉપર ચડી ગયું હતું.આ અકસ્માતમાં 5 શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે ચારને ઈજાગ્રસ્ત હાલતમાં પાલીની બાંગર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.