ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 12 ઑગસ્ટ 2022 (13:56 IST)

દેવનાથ બાપુને સર કલમ કરવાની ધમકી મળી છે.

બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનની આગામી ફિલ્મ ‘પઠાણ’ રિલીઝ પહેલા જ ચર્ચામાં આવી ગઈ છે. ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર ‘પઠાણ’ના ટ્રેલરનો બહિષ્કાર કરવાની માંગ કરી છે. હકીકતમાં કચ્છના હિન્દુ સંતે ફિલ્મ પઠાણના વિરોધમાં ટ્વીટ કર્યુ હતું જે બાદ તેમને સોશિયલ મીડિયા પર સર કલમ કરી નાંખવાની ધમકી મળી છે.
 
વાસ્તવમાં રાપર એકલધામના મહંત યોગી દેવનાથ બાપુને ટ્વીટર પર ધમકી મળી છે. તેમણે ફિલ્મ પઠાણના વિરોધમાં ટ્વીટ કર્યા બાદ સર કલમ કરતા ફોટા સાથે એક વ્યક્તિએ ધમકી આપી હતી. જે બાદ આ મામલે યોગી દેવનાથ પોલીસ ફરિયાદ કરશે.