શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 23 ઑગસ્ટ 2022 (05:28 IST)

ચીખલી, વાસંદા અને નવસારી તાલુકામાં 3.2 રિક્ટર સ્કેલનો ભૂકંપનો આંચકો અનુભવાયો

earthquake
ચીખલી, વાસંદા અને નવસારી તાલુકામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. સોમવારે મોડી રાતે 12:10 કલાકે 3.2 રિક્ટર સ્કેલનો આંચકો અનુભવાયો હતો. આ પહેલા પણ ઓગસ્ટમાં નવસારીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેની તીવ્રતા 2.9 હોવાનું જાણવા મળ્યું હતુ. ચીખલી, વાસંદા અને નવસારી તાલુકામાં સોમવારે મોડી રાતે 12:10 કલાકે 3.2 રિક્ટર સ્કેલનો આંચકો અનુભવાયો હતો. કંપનું કેન્દ્રબિંદુ નવસારીથી 29 કિલોમીટર દૂર નોંધાયું હતુ.15 દિવસમાં ભૂકંપનો આ બીજો આંચકો આવતા લોકોમાં ભયનો માહોલ છવાયો હતો.

નોંધનીય છે કે, ઓગસ્ટમાં આવેલા ભૂકંપના આંચકાનું કેન્દ્ર બિંદુ ભીનાર ગામે નોંધાયું હતુ. સરકારી કચેરીઓ સહિત રહેણાંક વિસ્તારના લોકો બહાર નીકળી ગયા હતા. ભૂકંપને કારણે લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો.