રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By
Last Updated : શુક્રવાર, 18 ઑક્ટોબર 2024 (19:00 IST)

Diwali 2024 - આ પાચ રીત અપનાવીને આ દિવાળીને બનાવો Eco-friendly

Eco-friendly Diwali

eco friendly diwali
eco friendly diwali
 Eco-friendly Diwali - આખુ વર્ષ આપણે બધા રોશનીના સૌથી મોટા તહેવાર દિવાળીની રાહ જોઈએ છીએ. આખા ઘરની સફાઈ અને સજાવટ સાથે જ આપણે જુદી-જુદી રીતે ખુશીઓ સેલીબ્રેટ કરીએ છીએ. પણ જાણતા-અજાણતા આપણા ઘરને સજાવવા અને ખુશીઓ ઉજવવાના ચક્કરમાં આપણે પર્યાવરણને ખૂબ નુકશાન પહોંચાડીએ છીએ. આવામાં અનેક લોકો ઈકો ફ્રેંડલી દિવાળીને પ્રોત્સાહિત કરવાની વાત કરે છે. 
 
પણ જો તમને આ સમજાતુ નથી કે છેવટે ફટાકડા વગર દિવાળી કેવી રીતે ઉજવવામાં આવે તો અમે તમને બતાવી દઈએ કે તમે કેવી રીતે મજેદાર રીતે ઈકો ફ્રેંડલી દિવાળી ઉજવી શકો છો. 
 
આ તો સૌને ખબર છે કે ફટાકડાથી પ્રદૂષણ થાય છે. તેથી પ્રદૂષણ રોકવાનો સૌથી સારો ઉપાય છે કે આપણે દિવાળી ફટાકડા વગર જ ઉજવીએ. પરંતુ આ સિવાય પણ બીજા અનેક કારણ છે જેનાથી આપણે પર્યાવરણને દૂષિત કરીએ છીએ.  
 
આવામાં આપણે ઘરમાં મહેમાનોના સ્વાગતથી લઈને ઘર સજાવવા સુધીની અનેક વાતોને ધ્યાનમાં રાખવી પડશે. 
diya diwali
diya diwali
1. લોકલ કારીગરો પાસેથી માટીના દિવા ખરીદીને ઉજવો ઈકો ફ્રેંડલી દિવાળી 
ઘર સજાવવા માટે ઈલેક્ટ્રિક સાધનો અને અનેક પ્રકારની લાઈટ્સ કરતા સારુ છે કે તમે લોકલ બજારમાં માટીના દિવા બનાવનારાઓ પાસેથી દિવા ખરીદો. તેનાથી તમે લોકલ કારગરોને પ્રોત્સાહન આપી શકશો.  તમે તમારા બાળકો અને પરિવાર સાથે ઘરે પણ આ દીવાઓને અલગ અલગ રીતે સજાવી શકો છો. જો આ દીવા કાચી માટીના બનેલા હોય તો તમે તેને પાણીમાં નાખીને માટીનું રૂપ આપી શકો છો.
eco friendly cutlery
eco friendly cutlery
2. મહેમાનોને ભોજન પીરસવા માટે ઈકો-ફ્રેન્ડલી કટલરીનો  કરો ઉપયોગ
મિત્રો અને સંબંધીઓ સાથે દિવાળી ઉજવવાનો શ્રેષ્ઠ સમય છે. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિ પોતાના ઘરે પાર્ટીનું આયોજન કરે છે. આ સમય દરમિયાન, જો તમે પ્લાસ્ટિક કટલરીનો ઉપયોગ કરો છો, તો તમે તેના બદલે ઇકો-ફ્રેન્ડલી કટલરીનો ઉપયોગ કરી શકો છો. તમે સ્ટીલના વાસણો અથવા કુદરતી પાંદડા વગેરેથી બનેલી પ્લેટમાં ભોજન પીરસી શકો છો.
 
 
3. રંગોળી માટે ઘરે જ બનાવો ઓર્ગેનિક રંગ અને મનાવો ઈકો ફ્રેંડલી દિવાળી 
શું તમારી દિવાળી રંગોળી વિના અધૂરી છે અને તમે પણ બજારમાં ઉપલબ્ધ કેમિકલ રંગોથી રંગોળી બનાવો છો? તો આ વખતે તમે તેને ઈકો ફ્રેન્ડલી લુક પણ આપી શકો છો.  તમે વિશ્વાસ કરો  ઘરમાં જ ઈકો-ફ્રેન્ડલી રંગોળી બનાવવી ખૂબ જ સરળ છે.
 
તમે ચોખાના લોટમાં કુદરતી રંગો મિક્સ કરીને પાવડર બનાવી શકો છો. તમે હળદર અથવા ફળ અને શાકભાજીના રસને ચોખાના લોટમાં ભેળવીને વિવિધ રંગો તૈયાર કરી શકો છો અને પછીથી રંગોળી બનાવવા માટે તેનો ઉપયોગ કરી શકો છો. આ રંગ એકદમ નેચરલ રહેશે. જેનાથી તમારા બાળકો પણ પોતાની મનપસંદ રંગોળી બનાવી શકશે. 
 
4. ઘરની સફાઈ કર્યા બાદ કચરાને યોગ્ય રીતે કરો ડિસ્પોઝ 
દિવાળીની શરૂઆત ઘરની સફાઈથી થાય છે. આ સ્થિતિમાં આપણે ઘરની દરેક બિનજરૂરી વસ્તુને વિચાર્યા વગર કચરામાં ફેંકી દઈએ છીએ. આમ કરવાથી આપણે આપણા ઘરને તો એકદમ સ્વચ્છ કરી દઈએ છીએ પણ આપણી આસપાસના વાતાવરણને પ્રદૂષિત કરીએ છીએ.
 
એક જવાબદાર નાગરિક તરીકે આપણે આપણા ઘરમાંથી નીકળતા તમામ કચરાનો અલગ અલગ રીતે નિકાલ કરીને ઈકો ફ્રેન્ડલી દિવાળી ઉજવી શકીએ છીએ. ઉદાહરણ તરીકે, પ્લાસ્ટિકની વસ્તુઓ  જે હવે કામની નથી તેને રિસાયકલ કરો. ઇલેક્ટ્રિકલ વસ્તુઓને અલગ જગ્યાએ આપી દો અને રસોડાના કચરાનો યોગ્ય સ્થાને નિકાલ કરો. આ રીતે તમે તમારા ઘરની સાથે-સાથે તમારી આસપાસના વાતાવરણને પણ સ્વચ્છ રાખશો. 
 
5. તમારી  જૂની વસ્તુઓને  ગરીબ લોકોને દાન કરો 
દિવાળીનો સમય ખુશીઓ ઉજવવાનો છે તો કેમ ન આવા સમયે એ લોકો સાથે ખુશીઓ વહેચીએ જે આર્થિક રૂપથી કમજોર છે. તમારા ઘરનો એ સામાન જે તમે વર્ષોથી વાપરતા ન હોય કે પછી જે કપડા તમે પહેરતા ન હોય તેને  ગરીબ લોકોને દાન કરો. આ રીતે આપણે તેમના જીવનમાં પણ ખુશીઓના થોડા રંગ ભરી શકીએ છીએ. 
 
આ ઉપરાંત અનેક બીજી રીત છે જેને અપનાવીને તમે દિવાળીમાં ઈકો ફ્રેંડલી રંગ ભરી શકો છો. પછી દિવાળીની ભેટને  ચમકતા પ્લાસ્ટિકમાં આપવાને બદલે હેડમેડ પેપરમાં પૈક કરો. આ દિવાળીમા વાપરેલી વસ્તુઓ ફેંકવાને બદલે તેને સાચવીને રાખો અને આવનારી દિવાળીમાં ફરીથી તેનો ઉપયોગ કરો.  આ રીતે તમે પ્લાસ્ટિક વેસ્ટ પણ ઓછુ કરશો અને પર્યાવરણને પણ સ્વચ્છ રાખી શકશો. 
 
જો તમારી પાસે ઈકો ફ્રેંડલી દિવાળી ઉજવવાના આવા જ કેટલાક અન્ય ઉપાયો છે તો અમારી સાથે જરૂર શેયર કરો.  
 
હેપી દિવાળી... 

Edited by - kalyani deshmukh