શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 07
  4. »
  5. દિવાળી 07
Written By સમય તામ્રકર|

બોલીવુડના ફટાકડા

દિવાળી પર ફટાકડાનું એક અલગ જ મહત્વ હોય છે. જેવી રીતે બજારની અંદર જુદા જુદા પ્રકારના ફટાકડા હોય છે તેમ બોલીવુડમાં પણ અલગ અલગ પ્રકારના ફટાકડા મળી આવે છે તેની એક ઝાંખી અહીં રજુ છે-
IFMIFM

બોલીવુડના એટમ બોમ

એટમ બોમનો ધડાકો જોરદાર હોય છે. તેના ધડાકાની આગળ નાના-મોટા ધડાકા તો ક્યાંય નથી દેખાતા. બોલીવુડના એટમ બોમ છે આમીર ખાન અને ઋત્વીક રોશન. એક-બે વર્ષની અંદર તેઓ એક-બે ફિલ્મો જ કરે છે પરંતુ તેમની ફિલ્મો બોક્સ ઓફીસ પર એટલો મોટો ધડાકો કરે છે કે કે તેનો અવાજ ઘણાં દિવસો સુધી યાદ રહે છે.
IFMIFM

બોલીવુડના રોકેટ

બોલીવુડના રોકેટ છે અમિતાભ અને શાહરૂખ. જેવી રીતે રોકેટ ઉંચાઈને અડકવાનો પ્રયત્ન કરે છે તેવી રીતે આ પણ દરેક વખતે પોતાના અભિનય અને ઓક્સ ઓફીસની કિંમતને કારણે રોજ નવી ઉંચાઈઓને અડક્યાં કરે છે.
IFMIFM

બોલીવુડના તારામંડળ

તારામંડળ ખુબ જ આકર્ષક અને સુંદર લાગે છે. તેને જોઈને મનને ખુબ જ સારૂ મહેસુસ થાય છે. બોલીવુડની નાયિકાઓ કો તરામંડળ કરતાં ઓછી નથી. દર્શકો આમને પડદા પર જોઈને ખુબ જ ખુશ થાય છે અને સીટીઓ પણ મારે છે.
IFMIFM

બોલીવુડની સેર

સેરની અંદર નાના નાના ફટાકડા એકબીજાની સાથે ગુંથાયેલા રહે છે અને આગ લાગતાંની સાથે જ બધા અલગ અલગ થઈ જાય છે. આ સેરની જેમ બોલીવુડના પ્રેમીઓ રહે છે. શાહીદ-કરીના અને સૈફ-રોજાને બોલીવુડની સેર કહી શકાય. શરૂઆતમાં તો તેઓ બે શરીર અને એક આત્મા જોવા મળ્યાં પરંતુ આગ લાગતાંની સાથે જ તેઓ અલગ અલગ થઈ જાય છે.

બોલીવુડના હવાઈ ગયેલા બોમ

જે બોમ જોવાથી ખુબ જ આકર્ષક લાગતો હોય તેના અવાજમાં હકીકતમાં એટલો બધો દમ નથી હોતો. તેને સુરસુરીયુ પણ કહી શકાય. બોમ હવઈ ગયેલો છે કે નહી તે તો આગ લાગ્યા બાદ જ ખબર પડે છે. બોલીવુડમાં બોબી દેઓલ, અક્ષય ખન્ના, તુષાર કપુર જેવા હવાઈ ગયેલાં બોમ છે, જેમની ફિલ્મોમાં પ્રોમો ખુબ જ સારા લાગે છે પરંતુ બોક્સ ઓફીસ પર તે હવાઈ જાય છે.


સેક્સી બોમ

આ ફટાકડા તો ફક્ત બોલીવુડની અંદર જ જોવા મળે છે. બિપાશા બાશુ, મલ્લિકા શેરાવત,સેલીના જેટલી, મોના ચોપડા અને મેઘના નાયડુ જેવી નાયિકાઓ સેક્સી બોમની શ્રેણીમાં આવે છે. આમના ધડાકા અને તેમની અદાઓથી થિયેટરની અંદર બેઠેલા દર્શકો ઘાયલ થઈ જાય છે.