ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. દિવાળી ની વાનગીઓ
Written By
Last Updated : ગુરુવાર, 12 ઑક્ટોબર 2017 (12:21 IST)

દિવાળી સ્પેશ્યલ રેસીપી - ઘરે જ બનાવો મુંબઈનો હલવો

આ હલવો તમને ખૂબ ભાવશે. આ હલવો બીજા હલવા કરતા જુદો હોય છે. દેશી ઘી અને સૂકા મેવાથી ભરેલો આ હલવો દબાવવાથી રબર જેવો લાગે છે. તેથી તેને રબર હલવો પણ કહે છે. આ ખાસ પ્રકારનો સિન્ધી હલવો છે જે દેખાવમાં ચમકીલો અને સ્વાદમાં લઝીઝ હોય છે. આને બનાવતી વખતે થોડી ધીરજ રાખવી જરૂરી છે. 
 
કોર્ન ફ્લોર - 1 કપ(100 ગ્રામ), ખાંડ - 2 કપ (450 ગ્રામ) ઘી - 1/2 કપ (125 ગ્રામ) કાજુ - અડધો કપ (નાના કપાયેલા) પિસ્તા- 1 ટેબલ સ્પૂન (બારીક કતરેલા) ટાટરી (લીંબુના ફુલ) 1/4 નાની ચમચી પાવડર(2 મટરના દાણા બરાબર) નાની ઈલાયચી - 4-5 ઈલાયચીનો પાવડર. 
 
બનાવવાની રીત - આ હલવાને બનાવવામાં 400 ગ્રામ મતલબ 2 કપ પાણીનો ઉપયોગ કરવાનો છે. થોડુ પાણી લઈને તેમા કોર્નફ્લોરનું ખીરુ બનાવી લો. ધ્યાન રાખો કે ગાંઠ એકપણ ન રહે. હવે તેમા પાણીની કુલ માત્રા 1 ¼ કપ નાખીને મિક્સ કરી લો. હવે બીજી બાજુ ખાંડને પૈનમાં નાખીને તેમા ¾ કપ પાણી નાખીને ખાંડ મિક્સ કરી ચાસણી થતા સુધી પકવી લો. 
 
તૈયાર ચાસણીમાં કોર્ન ફ્લોરવાળુ મિશ્રણ નાખી દો. ગેસ ધીમી કરીને સતત હલાવતા રહો. 10-12 મિનિટ સુધી આ મિશ્રણ ઘટ્ટ થવા લાગશે. તેને ધીમા તાપ પર જ સતત હલાવતા સીઝવા દો. ધીરે ધીરે હલવો પારદર્શક થવા માંડશે. હવે તેમા અડધુ ઘી નાખો અને પહેલાની જેમ જ ચલાવતા પકાવતા રહો.  બાકી બચેલા ઘી ને ધીરે ધીરે ચમચીથી નાખતા જાવ અને હલવાને ત્યા સુધી ચલાવતા રહો જ્યા સુધી બધુ ઘી એબ્જોર્બ ન થઈ જાય. 
 
જ્યારે હલવમાં ચમક આવી જાય તો તેમા કલર નાખીને સારી રીતે પકવી લો. હવે કાજુ અને ઈલાયચીનો પાવડર નાખીને હલાવો. તેને 5-7 મિનિટ સુધી થવા દો. જ્યા સુધી તેની કંસિસિટેંસી જમવા લાયક ન થઈ જાય. મુંબઈ હલવો તૈયાર છે.  તેને કોઈ ટ્રે કે થાળીમાં નાખીને જમાવી લો. ઉપરથી પિસ્તા નાખીને ચમચીથી ચિપકાવી દો. ઠંડો પડે કે તમારા મનપસંદ આકારમાં કાપી લો. 
 
આને તરત પણ ખાઈ શકો છે અથવા એયર ટાઈટ કંટેનરમાં ભરીને મુકી શકો છો. આ હલવાની સેલ્ફ લાઈફ સારી  હોય છે. તેને ફ્રિજમાં ન મુકતા બહાર જ મુકો. 
 
ધ્યાનમાં રાખો - હલવાને સારી રીતે સીઝવા દેવો જોઈએ. ઓછો સીઝેલો હલવો સ્વાદમાં સારો નથી લાગતો અને તેનો રબર જેવો ટચ પણ નથી આવતો. જો હલવો ઓછો સીઝેલો લાગે તો તેને એક ચમચી ઘી નાખીને ફરીથી સતત હલાવતા ઓગાળી લો અને ફરી સીઝવો. જ્યારે લાગે કે આ પૂરી રીતે તૈયાર છે ત્યારે તેને કોઈ ટ્રે માં નાખીને જમાવી લો. હલવાને વધુ તેજ ગેસ પર પકવશો તો તે કડક થઈ જશે.