આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધી નવરાત્રી ચાલે છે અને અને દશમ એટલે કે નવરાત્રીનો છેલ્લો દિવસ તેને દશેરા તરીકે ઉજવવામાં આવે છે. તેને વિજયા દશમી તરીકે પણ ઓળખવામાં આવે છે. નવ દિવસ સુધી ભક્તો માતાજીની આરાધના અને ઉપાસના કરે છે અને દસમા...
નવરાત્રિમાં નવ દિવસ જંગદબાની ઉપાસના કરીને શક્તિશાળી બનેલો મનુષ્ય વિજય મેળવવા નાચી ઉઠે તે સ્વભાવિક છે. આ દ્રષ્ટિએ દશેરાનો ઉત્સવ અર્થાત વિજય માટે પ્રસ્થાનનો ઉત્સવ. ભારતીય સંસ્કૃતિ હંમેશાથી વીરતાની ઉપાસક રહી છે.,,,
આ કઠોર તપને કારણે તેમનુ શરીર એકદમ કાળુ પડી ગયુ હતુ. તેમની આ તપસ્યાથી પ્રસન્ન અને સંતુષ્ટ થઈ ભગવાન શિવજીએ તેમના શરીરને ગંગાજીના પવિત્ર પાણીથી ધીયુ ત્યારે તેઓ વિદ્યુત પ્રભાની જેમ ગોરા થઈ ગયા. ત્યારથી તેમનુ નામ મહાગૌરી પડ્યું.
માતા અંબાનું છઠ્ઠું સ્વરૂપ એટલે કાત્યાયની. દુર્ગા પુજાના છઠ્ઠા દિવસે તેમના સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે. એ દિવસે સાધકનું મન આજ્ઞાચક્રમાં સ્થિર હોય છે. યોગસાધનાની અંદર આજ્ઞા ચક્રનું ખુબ જ મહત્વ હોય છે. આ ચક્રમાં સ્થિત રહેનાર સાધક...
માઁ દુર્ગાજીના પાંચમાં સ્વરૂપને સ્કંદમાતાના નામથી ઓળખવામાં આવે છે. તેમની ઉપાસના નવરાત્રિ-પૂજાના પાંચમા દિવસે કરવામાં આવે છે. આ દિવસે સાધકનું મન 'વિશુધ્ધ' ચક્રમાં અવસ્થિત થાય છે. તેમના વિગ્રહમાં ભગવાન સ્કંદજી બાળરૂપમાં તેમના ખોળામાં બેસેલા હોય છે.
નવરાત્રી-પૂજનના ચોથા દિવસે કૂષ્માંડા દેવીના સ્વરૂપની જ ઉપાસના કરવામાં આવે છે. આ દિવસે સાધકનું મન 'અદાહત' ચક્રમાં અવસ્થિત હોય છે. તેથી આ દિવસે તેણે ખૂબ પવિત્ર અને અચંચળ મનથી કૂષ્માંડા દેવીના સ્વરૂપને ધ્યાનમાં રાખીને પૂજા ઉપાસનાના કાર્યમાં લાગવું
માઁ દુર્ગાની ત્રીજી શક્તિનું નામ 'ચંદ્રઘંટા' છે. નવરત્રિ આરાધનમાં ત્રીજા દિવસની પૂજાનું ખૂબ જ મહત્વ હોય છે. આ દિવસે તેમનાજ વિગ્રહનું પૂજન અને આરાધના કરવામાં આવે છે આ દિવસે સાધકનું મન 'મણિપૂર'ચક્રમાં પ્રવેશ પામે છે.
માઁ દુર્ગાની નવ શક્તિયોમાં બીજુ રૂપ બ્રહ્મચારિણીનું છે. અહીં બ્રહ્મ શબ્દનો અર્થ તપસ્યા થાય છે બ્રહ્મચારિણી અર્થાત તપની ચારિણી, તપનું આચરણ કરવાવાળી. કહ્યું પણ છે - વેદસ્તત્વ તપો બ્રહ્મ- વેદ, તત્વ અને તપ 'બ્રહ્મ' શબ્દનો અર્થ છે.
ભગવતી મહાકાળીને જ નીલરૂપા હોવાને કારણે તારા પણ કહેવાય છે. તારાના નામનુ રહસ્ય આ પણ છે કે આ હંમેશા મોક્ષ આપનારી, તારવાવાળી છે. તેથી જ તો તેને તારા કહેવાય છે.
દસ મહાવિદ્યાઓમાં મહાકાળી પ્રથમ છે. મહાભાગવત મુજબ મહાકાળી જ મુખ્ય છે અને તેમના જ ઉગ્ર અને સૌમ્ય બે રૂપોમાં અનેક રૂપો ધારણ કરવાવાળી દસ મહાવિદ્યાઓ છે. વિદ્યાપતિ ભગવાન શિવની શક્તિઓ, આ મહાવિદ્યાની અનંત સિધ્ધિઓ પ્રદાન કરવામાં સમર્થ છે.
નવરાત્રી આવતા જ યુવતીઓ જાતજાતની તૈયારીઓ કરવા માંડે છે. કોઈ અવનવા ચણિયા-ચોળી ખરીદે છે તો કોઈ સૌદર્ય પ્રશાધનો તો કોઈ
અવનવા આર્ટીફીશિયલ ઘરેણાં ખરીદે છે. દરેક યુવતીઓ આ તહેવારની ખૂબ જ આતુરતાથી રાહ જોતી હોય છે...