શુક્રવાર, 1 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. બાળ જગત
  3. પરીક્ષા માટે ટિપ્સ
Written By
Last Updated : સોમવાર, 2 મે 2022 (10:46 IST)

Board Exam Tips: બોર્ડ પરીક્ષામાં સારા માર્ક્સ જોઈએ તો આ વાતોનુ રાખો ધ્યાન, જાણો અસરદાર સ્ટડી પ્લાન

CBSE Board Exam Tips: આખા દેશમાં સીબીએસઈ, સીઆઈએસસીઈ સહિત અનેક પરીક્ષાઓ શરૂ થશે. તો ક્યાક સ્ટેટ બોર્ડ એક્ઝામ શરૂ થઈ ચુકી છે.  આ પરીક્ષામાં સારા માર્કસ લાવવા માટે વિદ્યાર્થીઓ અભ્યાસમાં લાગ્યા છે.  બોર્ડ એક્ઝામ દરમિયાન અનેક વિદ્યાર્થી એવા છે જે દિવસ રાત મહેનત કરે છે પણ સારા માર્ક્સ આવતા નથી. તેથી આજે અમે તમારે એમાટે બોર્ડ પરીક્ષા (Board Exam 2022)ની તૈયારી સાથે જોડાયેલા અસરદાર રીત બતાવી રહ્યા છે. જેની મદદથી તમે તમારી તૈયારીને સારી કરી શકો છો. 
 
સિલેબસ રિવીજન પર કરો ફોકસ 
 
વિદ્યાર્થીઓ પાસે અંતિમ સમયે આખો સિલેબસ વાંચવાનો સમય હોતો નથી. તમે અત્યાર સુધી જે સિલેબસ વાંચ્યો છે તેના રિવીઝન પર ફોકસ કરો. 
 
​સિલેબસ રિવિઝન પર ધ્યાન આપો
 
હવે તમારા વિદ્યાર્થીઓ માટે આખો સિલેબસ વાંચવાનો સમય નથી. તમે અત્યાર સુધી વાંચેલા અભ્યાસક્રમના પુનરાવર્તન પર ધ્યાન આપો. જો તમે સિલેબસ પૂરો કરવાનો પ્રયત્ન કરશો તો તમને જે યાદ છે તે ભૂલી જશો. પુનરાવર્તન માત્ર સારી તૈયારી તરફ દોરી જશે નહીં પરંતુ તમામ ખ્યાલોને સારી રીતે યાદ રાખવામાં પણ મદદ કરશે.
 
સારો સ્ટડી પ્લાન બનાવો 
 
તમે પહેલાથી જ અભ્યાસની યોજના બનાવી હશે, પરંતુ હવે તેમાં ફેરફાર કરવાનો સમય આવી ગયો છે. પરીક્ષાની તારીખને ધ્યાનમાં રાખીને છેલ્લી ઘડીનો સારો અભ્યાસ પ્લાન બનાવો. આ અભ્યાસ યોજના માત્ર અસરકારક તૈયારીને સુનિશ્ચિત કરશે નહીં પણ તમને લક્ષ્યાંક સુધી પહોંચવા માટે પ્રોત્સાહિત કરશે. જ્યારે તમે નાના લક્ષ્યો સાથે અભ્યાસ કરો છો, ત્યારે તમે ખૂબ જ સારી રીતે પોઈન્ટ ક્લીયર થાય છે અને ટેંશન થતુ નથી. 
 
મૉડલ  પેપરની મદદ લો 
 
લાસ્ટ મિનિટમાં પરીક્ષાની સારી તૈયારી માટે મોડલ પેપરની મદદ જરૂર લો. તેનાથી ઓછા સમયમાં તમને પરીક્ષાની સારી તૈયારી કરવામાં મદદ મળશે. સામાન્ય રીતે વિદ્યાર્થીઓની મદદ માટે બોર્ડ પોતાની ઓફિશિયલ વેબસાઈટ પર મોડલ પેપર્સ મુકે છે. તમે વેબસાઈટ પર જઈને સબ્જેક્ટ વાઈઝ મૉડલ પેપર ડાઉનલોડ કરી શકો છો. 
 
નબળા વિષય પર વધુ ફોકસ કરો 
 
પરીક્ષા દરમિયાન સામાન્ય રીતે વિદ્યાર્થીઓ એ વિષયમાં ગભરાઈ જાય છે. જેમા તેમનો અભ્યાસ ઓછો થઈ ગયો હોય કે એ વિષયમાં નબળા હોય. આવામાં વિદ્યાર્થીઓએ આ વિષયો પર વધુ ધ્યાન આપવુ જોઈએ. કારણ કે બાકી વિષયોમાં અભ્યાસ ઓછો કરવા પર તેઓ સારા માર્ક્સ લાવી શકે છે. પણ એક વિષયમાં ફેલ થવાથી તમારુ રિઝલ્ટ ખરાબ થઈ શકે છે.