Happy Fathers Day - એ સૂની આંખો
ફાધર્સ ડે પર યાદ આવે છે
પિતાજીની સૂની આંખો
જે ટકી રહેતી હતી દરવાજા પર
મારા પાછા ફરવાની વાટમાં..
આજકાલ વારંવાર યાદ આવે છે
પિતાજીનો તમતમાતો ચહેરો
જે ક્રોધ અને ચિંતાથી કરમાઈ જતો હતો
મારા મોડા ઘરે આવવા પર હવે ભલી લાગે છે,
પિતાજીની બધી શિખામણ
જેણે સાંભળી-સાંભળીને ક્યારેક,
ગુસ્સે થતો હતો હુ
આજકાલ બધુ સાચવવાની ઈચ્છા થાય છે
ચશ્મા, પેન, ડાયરી તેમની
જે ક્યારેક બની જતી હતી
બેકાર લાગતી હતી મને
હવે હુ હેરાન છુ મારા આ બદલાવથી
જ્યારે તેમની જગ્યાએ ખુદને ઉભો જોઉ છુ
કારણ કે હવે મારો પોતાનો પુત્ર
પૂરા અઢાર વર્ષનો થઈ ગયો છે.