જાતિવાદને બ્રાહ્મણોએ ટકાવ્યો નથી રાજકારણે ટકાવ્યો છે: કથાકાર રમેશભાઈ ઓઝા
રામજી મંદિરે ચાલતી ભાઇશ્રી રમેશભાઇ ઓઝાની ભાગવત સપ્તાહનો આજે છઠ્ઠો દિવસ છે. ત્યારે તેણે વ્યાસપીઠ પરથી જણાવ્યું હતું કે, જાતિવાદને બ્રાહ્મણોએ ટકાવ્યો નથી રાજકારણે ટકાવ્યો છે અને તે પાપ બીજા લોકોનું છે. અપશબ્દો બ્રાહ્મણોને પડે છે. હકીકત છે કે આજે પણ જાતિવાદને નામે ચૂંટણીઓ લડાઇ છે. સીધા જાતિવાદી ગણિતો મંડાઇ છે. કઇ જાતિના કેટલા વોટ છે આ વિસ્તારમાં તે અનુસાર ઉમેદવારો નક્કી થતા હોય છે. લોકોએ જાતિવાદના નામે વોટ આપે છે. વ્યાસપીઠ તો તમને જાગૃત કરવાની કોશિશ કરે છે કે જાતિવાદ છોડો. વર્ણવાદ નથી વર્ણ વ્યવસ્થા છે. જાતિ અને વર્ણ બંને જુદુ છે. જાતિ જન્મથી હોય છે અને વર્ણ કર્મ અને ગુણથી હોય છે. કૃષ્ણ ગીતામાં કહે છે કે ગુણ અને કર્મ અનુસાર ચાર વર્ણની વ્યવસ્થા છે અને તે કોના દ્વારા કૃષ્ણ કહે છે કે તે મે બનાવી છે મે. વર્ણને લઇને તમે ગાળો આપતા હોને તો સમજી જાજો કે ગાળ તેના સર્જકને પડે છે. તમારે ગીતાને માનવી અને ગીતાના ગાયકને ગાળો દેવી આ બંને વસ્તુ કોન્ટ્રાડીક્શન છે. જાતિ અલગ છે પૂરા દેશમાં લોકો આ બેવકૂફીનો શિકાર બને છે. જાતિ અને વર્ણને મિક્સ કરે છે. રંગને પણ વર્ણ કહેવાય. વર્ણ વ્યવસ્થા આ સનાતન ધર્મની ઓળખ છે.