પતિએ WhatsApp સ્ટેટ્સમાં મુક્યું તારે બીજા જોડે લફરું છે, પત્નીએ કરી ફરિયાદ

રીઝનલ ન્યુઝ્| Last Modified સોમવાર, 9 સપ્ટેમ્બર 2019 (13:26 IST)
પત્નીનો પતિ પર આક્ષેપ, WhatsApp સ્ટેટ્સમાં લખતો હતો ‘તારે બીજા સાથે અફેર છે’
 
અમદાવાદઃ સોશિયલ મીડિયાની વાત કરીએ તો આજના યુગમાં સોશિયલ મીડિયા લોકો માટે ખુબજ ઉપયોગી સાબિત થઇ શકે છે. પરંતુ સોશિયલ મીડિયાનો સારો ઉપયોગ કરવાને બદલે તેનો દુરઉપયોગ દિવસેને દિવસે વધતો જઇ રહ્યો છે. અવારનવાર સોશિયલ મીડિયા થકી મહિલાઓની પજવણી કરાતી હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે અમદાવાદ શહેરના મહિલા પોલીસ સ્ટેશનમાં સોશિયલ મીડિયા સાઇટ WhatsApp થકી મહિલા પર ત્રાસ ગુજારવાની ફરિયાદ નોંધાવામાં આવી છે. જેમાં એક યુવતીએ તેના પતિ સામે નશો કરીને તેને માર મારી ત્રાસ આપતો હોવાનો આક્ષેપ કર્યો છે.
 
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં રહેતા પિતાના ઘરે પાછી આવેલી 27 વર્ષની યુવતીના વર્ષ 2011માં બોડકદેવમાં રહેતા એક યુવક સાથે લગ્ન થયા હતા. લગ્ના થોડા સમય બાદ સાસુ, સસરા અને નંણદ દ્વારા યુવતીને ત્રાસ ગુજારી રહ્યાં હતા. જોકે યુવતીએ પોતાનો ઘર સંસાર ન બગડે માટે સાસરિયાનો ત્રાસ સહન કરી રહી હતી.
 
પતિ અવારનવાર ઘરકામને લઇને પત્નીને માર મારતો અને તે દરમિયાન યુવતીના સસરા પણ તેના પુત્રને કહેતા કે ‘તું આને છોડી દે, હું તને બીજી લાવી આપીશ’. પતિ હંમેશા નશો કરતો હતો તો બીજી તરફ યુવતીના સાસુ સસરા તેને મ્હંણા ટોણાં મારતા હતા. યુવતીના સાસુ સસરાએ તેની પર આક્ષેપ લગાવ્યો હતો કે, તેણીએ ચઢામણી કરતી હોવાથી તેનો પતિ નશો કરે છે.
 
જોકે સતત ઝઘડો અને મારના ત્રાસથી કંટાળીને યુવતી તેના પતિ સાથે અન્ય જગ્યાએ રહેવા ગઇ હતી. પરંતુ ત્યાં પણ તેનો પતિ તેને માર મારતો હતો. જો કે, યુવતીને સંતાન ન હોવાથી સાસરીયાઓના ત્રાસથી કંટાળીને તે પોતાના પિતાના ઘરે ચાલી ગઇ હતી અને ત્યારબાદ તેણીએ તેના પતિ સહિત સાસરિયા પક્ષ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
 
જેમાં યુવતીએ જણાવ્યું હતું કે, તેનો પતિ નશો કર્યા બાદ તેને માર મારી ત્રાસ આપે છે. પતિના માર બાદ યુવતીના તેના સસરા પાસે મદદ માંગતી હતી. પરંતુ તેના સસરા પણ તેની મદદ કરતા ન હતા. મદદ કરવાના બદલે તેઓ તેમના પુત્રને ઉશ્કેરતા હતા અને એવું કહેતા કે, 'તું આને છોડી દે, હું તને બીજી લાવી દઇશ'. હાલ સમગ્ર મામલે યુવતીએ સાસરિયાઓ સામે પોલીસે ફરિયાદ નોંધાવી છે.
 
પતિએ WhatsApp સ્ટેટ્સમાં લખ્યું, તારે બીજા સાથે લફરું છે
આ કેસમાં પતિ અને પત્ની વચ્ચેનો ઝઘડો સોશિયલ મીડિયા સુધી પહોંચી ગયો હતો. પતિ પત્ની પર શંકા રાખી તેને બીજા કોઇ સાથે સંબંધ હોવાનું કહી વોટ્સએપ સ્ટેટ્સમાં આ પ્રકારના લખાણ લખતો હોવાનો યુવતીએ આક્ષેપ પણ કર્યો છે.


આ પણ વાંચો :