આપણી શારીરિક ક્ષમતા આપણી ભાવનાઓ પર વધારે આધારીત છેઃ લિસા રે

Last Modified સોમવાર, 9 સપ્ટેમ્બર 2019 (12:42 IST)
 

પરિવારોની સક્રિય સુખાકારી માટેનું સમાધાન આધારિત વિષય ઉપર ચેર પર્સન  બબીતા જૈનની આગેવાની હેઠળ ફિક્કી ફ્લો અમદાવાદ અને સ્લીપવેલ ફાઉન્ડેશન (એસડબ્લ્યુએફ) દ્વારા સંયુક્ત રીતે વેલનેસ ઉત્પાદનોના પ્રદર્શન સાથે એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનનો હેતુ આધુનિક જીવનમાં કુટુંબનું સ્થાન ફરીથી સ્થાપિત કરવાનો છે. ઉપરાંત સંમેલનમાં સહભાગી થનારાઓને કુટુંબમાં સુમેળ, આનંદ અને સમજ બનાવવા માટે શારીરિક, ભાવનાત્મક, સર્જનાત્મક, બૌદ્ધિક અને આધ્યાત્મિક સુખાકારીને સ્વીકારવામાં સક્રિય બનવાના અનેકવિધ ફાયદાઓ શોધવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
સંમેલનમાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવો વક્તા તરીકે જોડાયા હતા જેમાં અભિનેત્રી અને સામાજિક કાર્યકર્તા લિસા રે, ફિલ્મમેકર અને લેખક વિવેક અગ્નિહોત્રી, કોર્પોરેટ ટ્રેનર અને સાયકો થેરાપિસ્ટ અરવિંદર જે. સિંઘ, સ્પોર્ટ્સ પર્સન અને ક્વીન ઓફ સુપર બાઇક ફેમ ડો. મરાલ યાઝારૂપેટ્રિક, થિયેટર ડિરેક્ટર અને માસ્ટર ટ્રેનર ફૈઝલ અલકાઝી, સિંગર અને મ્યુઝિક કમ્પોઝર રેની સિંઘ, ડાન્સર અને કોરિયોગ્રાફર અવની સેઠી, ડાયટિશિયન અને ન્યુટ્રિશનિસ્ટ સોહિની શાહ. આ સંમેલનમાં ન્યુઝ એન્કર અને આર. જે તરીકે રિચા અનિરુધ્ધા રહ્યા હતા અને ગુજરાત સરકારના આરોગ્ય અને કલ્યાણ વિભાગના મુખ્ય સચિવ જયંતિ એસ. રવિ સંમેલનના મુખ્ય અતિથિ હતા. 
આ સંમેલનમાં ન્યુઝ એન્કર અને આર. જે તરીકે રિચા અનિરુધ્ધા રહ્યા હતા અને ગુજરાત સરકારના આરોગ્ય અને કલ્યાણ વિભાગના મુખ્ય સચિવ જયંતિ એસ. રવિ સંમેલનના મુખ્ય અતિથિ હતા. ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રીએ કૌટુંબિક મૂલ્યો અને ભારતની આધુનિકતા વિશે જણાવ્યું હતું , “આખા વિશ્વમાં ફક્ત ભારતમાં આપણે પરિવારો એન્ડ પારિવારિક મૂલ્યો  ઉપર ફિલ્મો બનાવીએ છીએ. આધ્યાત્મિક શક્તિ એ એકમાત્ર રસ્તો છે જે આપણને કુટુંબમાં એકબીજા સાથે જોડે છે. આપણે  હંમેશાં પોતાનામાં જ રોકાણ કર્યું છે પરંતુ કુટુંબમાં નહીં, તેથી આપણે વ્યક્તિગત હિત કરતાં કુટુંબ પર વધુ ફેરવવાની જરૂર છે." ક્વિન ઓફ સુપર બાઇક ફેમ ડો. મેરલ યાઝારૂ પattટ્રિક જેમણે લગભગ 65 દેશોમાં કોઈ વિરામ વિના બાઇક પર પ્રવાસ કર્યાનો રેકોર્ડ સ્થાપિત કર્યો છે.  તેણીએ બાઇક પર વિશ્વ પ્રવાસ પર હતી ત્યારે ગર્ભવતી હોવા અંગેનો પોતાનો અનુભવ જણાવ્યો હતો, “ભારતમાં જો તમે સગર્ભા હોઉ તો તમારે શું કરવું જોઈએ તે અંગે તમને ખૂબ સલાહ આપશે અને જ્યારે હું ગર્ભાવસ્થા દરમિયાન મુસાફરી કરી રહી હતી ત્યારે આફ્રિકામાં તદ્દન આનાથી વિપરીત પરિસ્થિતિ હતી". અભિનેત્રી અને  સામાજિક કાર્યકર્તા લિસા રેએ તેના કેન્સર દરમિયાનની  યાત્રા અને સંઘર્ષને વિશે ચર્ચા કરતા જણાવ્યું હતું,  “હું અંગત રીતે માનું છું કે આપણી શારીરિક ક્ષમતા આપણી ભાવનાઓ પર વધારે આધારીત છે. તે મારી ઇચ્છાશક્તિ હતી જેણે મને મારા બ્લડ કેન્સરમાંથી બહાર કાઢી. મને આ જ્ઞાન શીખવવા બદલ હું આ બ્રહ્માંડનો હંમેશા આભાર માનું છું જેથી હું મારા જીવન ટકાવી રાખવાના શીખીને દરેકને સંદેશ આપી શકું.”


આ પણ વાંચો :