ખોવાયેલા મોબાઇલ શોધવામાં રાજકોટ પોલીસ અવ્વલ: ત્રણ વર્ષમાં ૬ કરોડના ફોન લોકોને પરત કર્યા

રીઝનલ ન્યુઝ| Last Modified સોમવાર, 9 સપ્ટેમ્બર 2019 (12:33 IST)

ગુજરાતભરમાં ખોવાયેલા મોબાઇલ શોધી આપવામાં અવ્વલ રાજકોટ પોલીસના સાઇબર સેલે છેલ્લા ત્રણ વર્ષ અને આઠ મહિનામાં આશરે છ કરોડથી વધુ કિંમતના છ હજાર જેટલા ફોન શોધીને મૂળ માલિકને પરત આપ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ આજના ટેકનોલોજીના યુગમાં ખોવાયેલા મોબાઈલ શોધવું મુશ્કેલ રહ્યું નથી. ગુજરાતભરમાં દર મહિને હજારો મોબાઈલ ખોવાતા હશે અને તેઓ પોલીસમાં ફરિયાદ પણ કરતા હોય છે ત્યારે રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષમાં આશરે છ કરોડથી વધુના મોબાઈલ ફોન શોધીને મૂળ માલિકને પરત આપ્યા હતા. જેમાં રાજકોટ સાઈબર સેલે વર્ષ ૨૦૧૬માં કુલ એક કરોડ ૬૬ લાખ ૫૫ હજારની કિંમતનાં, વર્ષ ૨૦૧૭માં કુલ એક કરોડ ૪૭ લાખ ૯૪ હજારની કિંમતનાં, વર્ષ ૨૦૧૮માં કુલ બે કરોડ ૭૫ લાખ ૨૪ હજારની કિંમતનાં અને સપ્ટેમ્બર ૨૦૧૯ સુધીમાં કુલ એક કરોડ ૧૨ લાખ ૭૯ હજારની કિંમતનાં મોબાઈલ ફોન મૂળ માલિકને પરત કર્યા હતા. જોકે કોઈનો મોબાઇલ ખોવાય તો તેનું બિલ હોવુ જરૂરી છે. તેના આઇએમઈઆઈ નંબર પરથી તેને ટ્રેક કરવામાં આવે છે. ખોવાયેલો મોબાઇલ કોઈ ચાલુ કરી પોતાનું સિમકાર્ડ નાંખે એટલે લોકેશન ટ્રેસ થઈ જાય છે.


આ પણ વાંચો :