સંબંધિત સમાચાર
- રાજ્યમાં બિનઅનામતવર્ગની જાતિઓમાં નવી જાતિઓ-પર્યાયવાચી શબ્દોનો થયો સમાવેશ
- સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદીઓ પાસેથી મોબાઇલ મળવાનો કિસ્સો યથાવત
- ફાર્મા ક્ષેત્રે સમગ્ર દેશમાં ગુજરાતનો દવાઓ ઉત્પાદનમાં ૩૩ ટકા અને નિકાસમાં ૨૮ ટકા હિસ્સો
- ગુજરાત હાઇકોર્ટ ખાતે નવ નિર્મિત કાયદા ભવનનું સોમવારે મુખ્યમંત્રીશ્રી લોકાર્પણ કરશે
- પાંચમો બ્યૂટી એન્ડ સલૂન એક્સપો યોજાશે, ઈન્ટરનેશનલ હેરસ્ટાઈલિસ્ટ તેમજ બોલિવૂડ મેકઅપ આર્ટિસ્ટ આપશે હાજરી
રાજ્યમાં હવે નવા થર્મલ પાવર પ્લાન્ટસની પરવાનગી અપાશે નહિ
ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં પર્યાવરણ જાળવણી સાથે ગ્રીન-કલીન ઊર્જા ઉત્પાદનને વેગ આપવાની દિશામાં મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. વિજય રૂપાણીએ રાજ્યમાં દર વર્ષે વધતી જતી અંદાજે ૮ થી ૧૦ ટકા જેટલી વીજ માંગને પહોચી વળવા હવે થર્મલ પાવર પ્લાન્ટસના સ્થાને માત્ર બિનપરંપરાગત ઊર્જાસ્ત્રોતના ઉપયોગનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીના આ મહત્વપૂર્ણ નિર્ણય અનુસાર રાજ્યમાં હવે કોઇ નવા થર્મલ પાવર પ્લાન્ટસની પરવાનગી સરકાર આપશે નહી.
રાજ્યની વીજ માંગ પૂર્ણ કરવાના હેતુસર સૌરઊર્જા સહિતના બિનપરંપરાગત ઊર્જાસ્ત્રોત દ્વારા વીજ ઉત્પાદનથી ગ્રીન કલીન એનર્જીના માધ્યમથી ગુજરાતને પ્રદૂષણમુકત અને પર્યાવરણપ્રિય રાજ્ય બનાવવામાં મુખ્યમંત્રીનો આ નિર્ણય સીમાચિન્હ અને અન્ય રાજ્યો માટે દિશાદર્શક બની રહેશે.
