પાંચમો બ્યૂટી એન્ડ સલૂન એક્સપો યોજાશે, ઈન્ટરનેશનલ હેરસ્ટાઈલિસ્ટ તેમજ બોલિવૂડ મેકઅપ આર્ટિસ્ટ આપશે હાજરી

Last Modified સોમવાર, 9 સપ્ટેમ્બર 2019 (10:24 IST)
અમદાવાદમાં યોજાશે બ્યૂટી એન્ડ સલૂન એક્સપો યોજાશે, ઈન્ટરનેશનલ હેરસ્ટાઈલિસ્ટ આપશે હાજરી
અમદાવાદ: આકાર એક્ઝિબિશન દ્વારા ફરીવાર એકવાર અમદાવાદ શહેરમાં બ્યૂટી ઈન્ડસ્ટ્રી માટે પાંચમો બ્યૂટી એન્ડ સલૂન એક્સપો 2019 યોજાશે. જેમાં આ વખતનું આકર્ષણનું કેન્દ્ર સેવિઓ જ્હૉન પરેરા રહેશે કે જેઓ ઈન્ટરનેશનલ હેરસ્ટાઈલિસ્ટ છે જેમના ટેલેન્ટને જાણવાનો અને નજીકથી માણવાનો મોકો અહીં અમદાવાદના આંગણે થઈ રહ્યો છે જેઓ આ એક્સ્પોમાં ઈન્ટનરેશનલ જ્યુરી તરીકે હાજર રહેશે. ખુદ અહીં આવી આ એક્સ્પોની શોભા વધારશે તેમજ કેટલાક જરૂરી સજેશન પણ હેરસ્ટાઈલિસ્ટને આપશે.

બ્યૂટી એન્ડ સલૂન એક્સ્પોનું ભવ્યાતિ ભવ્ય આયોજન તારીખ 9 અને તારીખ 10 સપ્ટેમ્બરના રોજ ગુજરાત યુનિવર્સિટી એક્ઝિબિશન સેન્ટર હેલ્મેટ સર્કલ, અમદાવાદ, ગુજરાત ખાતે યોજવામાં આવશે. લોકો માટે આ એક્ઝિબિશનનો સમય સવારે 10થી સાંજે 6 કલાકનો રાખવામાં આવ્યો છે.

બ્યૂટી એન્ડ સલૂન એક્સપો 2,00000 સ્ક્વેરફૂટ એરીયામાં પથરાયેલો રહેશે, જેમાં 30,000 જેટલા ટ્રેડ વિઝિટર્સ હાજરી આપશે, 200થી પણ વધારે એક્ઝિબિટર્સ, 10,000થી વધારે પ્રોડક્ટનું ડીસપ્લે કરશે, 500 બ્યૂટી કોમ્પિટિટર સ્પર્ધામાં ભાગ લેશે.તમે પણ એકઝીબિશનમાં ભાગ લેવા ઉત્સુક હોવ તો તમે 96992 95522 વાળા આ નંબર પર મિસ કોલ કરીને ભાગ લઈ શકો છો.

સેવિઓ જ્હૉન પરેરા ઉપરાંત અન્ય ઈન્ટરનેશનલ એકડેમીમાં સુભાશ શિન્દે તેમજ સીમા વી. જેરજાની એસવીજે એકેડમી-એજ્યુકેટર એન્ડ કન્સલ્ટન્ટ હેર એન્જ મેકઅપ તરીકે જાણીતા છે તેઓ પણ ઈન્ટરનેશનલ જ્યુરી તરીકે હાજર રહેશે. તેમાં પણ સેવિઓ જ્હૉન પરેરા કે જેઓ બૉલિવૂડના જાણીતા કલાકારો તેમજ હૉલિવૂડના કલાકારના પણ હેર સ્ટાઈલિસ્ટ રહી ચુક્યા છે. આ ઉપરાંત તેમને ઈન્ટરનેશનલ લેવલે પણ ખ્યાતિ પ્રાપ્ત કરી છે જેમના નામે આ ક્ષેત્રના અનેક એવોર્ડ પણ છે. જેઓ અહીં હાજર રહેશે જે ઘણી ગર્વની વાત છે.
અંધ છોકરીઓને ટિચિંગ આપવાનો રેકોર્ડ જેમના નામે છે તેવા બૉલિવૂડના ક્રિએટીવ મેકઅપ આર્ટિસ્ટ સુભાષ શિંદે આ એક્સપોમાં એક નવો રેકોર્ડ તેમના નામે કરશે. છેલ્લા 24 વર્ષથી બૉલિવૂડ સાથે જોડાયેલા સુભાષ શિંદે 30 મિનિટમાં એક જ મોડલના ફેશને ક્રિએટિવ મેકઅપથી ચાર પ્રકારના લૂક આપશે. જેમાં બ્રાઈડલ લૂક, ફેશન લૂક, ફિલ્મ લૂક, ફિલ્મ રેડ કાર્પેટ લૂક આપી નવો રેકોર્ડ કાયમ કરશે.

આકાર એક્ઝિબિશન બ્યૂટી ઈન્ડસ્ટ્રી માટે આ સુવર્ણ અવસર લઈને આવી રહ્યું છે. જેમાં મહાનુભાવોની હાજરીમાં એક્સપોમાં ભાગ લેવાનો અવસર મળશે. જ્યાં સ્ટેજ પર લાઈવ ડેમો પણ જોવાની અનેરી તક મળશે.


આ પણ વાંચો :