સોમવાર, 30 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 9 સપ્ટેમ્બર 2019 (16:51 IST)

કેન્સર જેવી બિમારીનો પડકાર ઝીલીને જૈન મુની મૌનરત્નવિજયજી મહારાજે 68 ઉપવાસ કર્યાં

સુરતમાં અઠવાલાઈન્સ જૈન સંઘમાં આચાર્ય દેવ ગુણરત્નસુરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્યરત્ન આચાર્ય દેવ રશ્મિરત્નસુરીશ્વરજીના પ્રશિષ્યરત્ન શ્રી મૌનરત્નવિજયજી મહારાજે 68 ઉપવાસની ઉગ્ર તપસ્યા પુર્ણ કરી છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે વાંકડિયા વડગામ નિવાસી સાંકલચંદજી હંજારીમલજી કોઠારીએ આજથી 8 વર્ષ પૂર્વે અમદાવાદમાં સાબરમતિ ખાતે 60 વર્ષની ઉંમરે સંયમ ગ્રહણ કર્યું હતું. તેમને હજી સંયમ જીવનમાં એક વર્ષ પુરુ થાય તે પહેલા તેમને કેન્સરની ભયાનક બીમારીનો ભોગ બનવું પડ્યું. તેમને થર્ડ સ્ટેજનું કેન્સર થયું હતું. તેમનું ઓપરેશન થયું પણ તેમની તબિયત દિવસે દિવસે વધારે નાદુરસ્ત થતી ગઈ, ડોક્ટરોએ પણ એવું કહ્યું હતું કે તેઓ હવે માંડ બે કે ત્રણ દિવસ જીવશે. પરંતું તેમણે પોતાના ગુરુની આજ્ઞા માનીને નવકાર મંત્ર લખવાના શરુ કર્યાં. તેમણે 60 હજાર નવકારમંત્ર લખ્યાં. આ અરસામાં તેમની તબિયતમાં સુધારો જોવા મળ્યો, જે જોઈને ડોક્ટરો પણ આશ્ચર્યચકિત થઈ ગયાં. તેમણે એ સમયમાં 31 અને 36 એમ બે વાર ઉપવાસની આરાધના કરી. તેમને નવકાર મંત્રના કારણે નવજીવન મળ્યું. હવે તેમણે 68 ઉપવાસ પુર્ણ કર્યાં છે અને આ ઉંમરે પણ તેઓ બિલકુલ દુરસ્ત તબિયતને પામ્યાં છે.