શુક્રવાર, 18 ઑક્ટોબર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુતહેવારો
Written By
Last Modified: શુક્રવાર, 18 ઑક્ટોબર 2024 (14:19 IST)

Karwa Chauth 2024 - કરવા ચોથ શુભ મુહુર્ત, પૂજા વિધિ

karva chauth
Karva Chauth - હિન્દુ ધર્મમાં કરવા ચોથનું વિશેષ મહત્વ છે. આ દિવસે પરિણીત મહિલાઓ નિર્જળા ઉપવાસ રાખે છે અને રાત્રે ચંદ્રને અર્ઘ્ય અર્પિત કરીને પોતાનો ઉપવાસ ખોલે છે.
 
કારતક મહિનની કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિ 20 ઓક્ટોબર 2024ના રોજ સવ્વારે 6 વાગીને 46 મિનિટથી શરૂ થઈ રહી છે અને બીજા દિવસે 21 ઓક્ટોબર 2024ના રોજ સવારે 4 વાગીને 16 મિનિટ પર તેનુ સમાપન થઈ રહ્યુ છે
 
કરવા ચોથ શુભ મુહૂર્ત
કરવા ચોથની પૂજા માટે શુભ સમય 20 ઓક્ટોબરના રોજ સાંજે 5.45 થી સાંજે 7.01 વાગ્યા સુધીનો રહેશે.
 
કરવા ચોથ પૂજાવિધિ  
- આખો દિવસ નિર્જળ રહો.
- દિવાલ પર ગેરુથી લીંપીને તેના પર વાટેલા ચોખાના લેપથી કરવા (નીચે આપેલ ચિત્ર) નું ચિત્ર બનાવો કે બજારથી પણ ખરીદી શકો છો. 
 
- શીરો-પુરી અને પાકાં વ્યંજન બનાવો
 
- પીળી માટીથી પાર્વતી બનાવો અને તેમના ખોળામાં ગણેશજીને બેસાડો.
 
- ગૌરીને લાકડીના આસન પર બેસાડો. ગૌરીને ચુંદડી ઓઢાવો. બિંદી વગેરે સુહાગની સામગ્રી વડે ગૌરીનો શ્રૃંગાર કરો.
 
- પાણીથી ભરેલો લોટો મુકો.
 
- ભેટ આપવા માટે માટીનો ટોટીવાળો કરવો(ઘડો) લો. તેમાં ઘઉં મુકીને ઢાંકો અને ઢાંકણમાં દળેલી ખાંડ ભરી દો. તેની ઉપર દક્ષિણા મુકો.
 
- કરવા પર સ્વસ્તિક બનાવો.
 
- ગૌરી-ગણેશ અને ચિત્રિત કરવાની પરંપરાનુસાર પૂજા કરો. પતિની દીર્ઘાયુની કામના કરો.
 
'નમઃ શિવાયૈ શર્વાણ્યૈ સૌભાગ્યં સંતતિ શુભામ્‌.
પ્રયચ્છ ભક્તિયુક્તાનાં નારીણાં હરવલ્લભે'
- કરવા પર 13 બિંદી મુકો, અને ઘઉં કે ચોખાના 13 દાણા હાથમાં લઈને કરવા ચોથની વાર્તા કહો કે સાંભળો.
 
- કથા સાંભળ્યા પછી કરવા પર હાથ ફેરવી પોતાની સાસુના પગે પડી આશીર્વાદ લો અને તેમને કરવા આપી દો.
 
- તેર ઘઉંના દાણા અને પાણીનો લોટો અથવા ટોટીદાર કરવાને અલગ મુકો.
 
- રાતે ચદ્રમાઁ નીકળ્યા પછી ચારણીની આડથી તેને જુઓ અને ચદ્રને અર્ધ્ય આપો.
 
- ત્યારબાદ પતિ પાસેથી આશીર્વાદ મેળવો. તેમને ભોજન કરાવો અને પોતે પણ ભોજન કરો.