શનિવાર, 19 એપ્રિલ 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. અક્ષય તૃતીયા
Written By
Last Updated : ગુરુવાર, 17 એપ્રિલ 2025 (16:19 IST)

What to buy on Akshaya Tritiya 2025 ? અક્ષય તૃતીયા પર ઘરે લાવો આ વસ્તુઓ, આખુ વર્ષ રહેશે મા લક્ષ્મીની કૃપા

What to buy on Akshaya Tritiya?
What to buy on Akshaya Tritiya?
What to buy on Akshaya Tritiya 2025  દર વર્ષે વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિ પર અખાત્રીજનો તહેવાર (Akshaya Tritiya 2025) ઉજવાય છે. આવામાં આ વર્ષે આ તહેવાર 30 એપ્રિલ 2025 ના રોજ ઉજવાશે. આ દિવસે પૂજાનુ મુહૂર્ત સવારે 05 વાગીને 41 મિનિટથી બપોરે 12 વાગીને 18 મિનિટ સુધી રહેવાનુ છે.  હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયાનુ વિશેષ મહત્વ બતાવ્યુ છે. કારણ કે એવુ માનવામાં આવે છે કે આ દિવસે કરવામાં આવેલા શુભ કાર્યનુ વ્યક્તિને અક્ષય ફળ મળે છે. મતલબ તેનુ પુણ્ય ક્યારેય ઓછુ થતુ નથી. 
 
જરૂર ખરીદો આ વસ્તુઓ 
સોનુ ઉપરાંત તમે અક્ષય તૃતીયાના દિવસે ચાંદીથી બનેલા આભૂષણ કે પછી મૂર્તિ પણ ખરીદીને ઘરે લાવી શકો છો. આ સાથે જ તમે શુભ પરિણામો માટે આ દિવસે પીત્તળ, કાંસા કે પછી માટીના વાસણની સાથે કળશ પણ ખરીદીને ઘરે લાવી શકો છો. 
 
મળશે શુભ ફળ 
 અક્ષય તૃતીયાના દિવસે સંપત્તિ જેવી કે ઘર, મકાન કે દુકાન વગેરેની સાથે સાથે વાહન અને ફર્નીચર વગેરે પણ ખરીદી શકો છો આવુ કરવુ ખૂબ શુભ ફળદાયી માનવામાં આવે છે આ દિવસે નવા કપડા અને પુસ્તક ખરીદવુ પણ ખૂબ શુભ હોય છે. 
 
મળશે માતા લક્ષ્મીની કૃપા 
 જો તમે અખાત્રીજના દિવસે પીળી કોડી ખરીદીને ઘરે લાવો છો તો તેનાથી દેવી લક્ષ્મીની કૃપા તમારા પર બની રહે છે.  ધાર્મિક માન્યતાઓ મુજબ અખા ત્રીજ પર જવ કે પીળી સરસો ખરીદીને ઘરે લાવવી પણ વિશેષ ફળદાયી માનવામાં આવે છે.  
 
શુ ન ખરીદવુ ? 
અક્ષય તૃતીયાના દિવસે ભૂલથી પણ એલ્યુમિનિયમ સ્ટીલ કે પ્લાસ્ટિકના વાસણ ન ખરીદવા જોઈએ આવુ કરવુ બિલકુલ પણ શુભ નથી માનવામાં આવતુ. આ સાથે જ જો તમે અખાત્રીજ પર કપડા ખરીદી રહ્યા છો તો ભૂલથી પણ કાળા રંગના કપડા ન ખરીદશો. આ દિવસે કાંટાવાળા છોડ-વૃક્ષ ખરીદવા પણ શુભ નથી.