બુધવાર, 16 એપ્રિલ 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. અક્ષય તૃતીયા
Written By
Last Updated : મંગળવાર, 15 એપ્રિલ 2025 (15:53 IST)

Akshay Tritiya 2025 Date: 29 કે 30 એપ્રિલ, ક્યારે છે અક્ષય તૃતીયા ? જાણો પૂજા અને ખરીદીનુ શુભ મુહૂર્ત અને ધાર્મિક મહત્વ

Akshaya tritiya 2025
Akshaya Tritiya 2025 Date, હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયાનુ વિશેષ મહત્વ છે. પંચાગ મુજબ વૈશાખના મહિનાની શુક્લ પક્ષની તૃતીયા તિથિના રોજ અખાત્રીજનો તહેવાર ઉજવાય છે. જેને અબૂજ મુહૂર્તોમાંથી એક માનવામાં આવે છે.  આવામા આ દિવસે વગર કોઈ મુહૂર્તના રોજ શુભ અને માંગલિક કાર્ય કરી શકે છે. તેનાથી તમને ખૂબ લાભ મળી શકે છે.  અક્ષય તૃતીયાને અખાત્રીજના નામથી પણ ઓળખવામાં આવે છે.  આ દિવસે સ્નાન-દાન, યજ્ઞ જપ કરવાની સાથે મા લક્ષ્મી અને કુબેરજી ની પૂજા કરવાનુ વિશેશ ફળ પ્રાપ્ત થાય છે.  આ સાથે જ આ દિવસે સોનાચાંદી ખરીદવાથી શુભ ફળોની પ્રાપ્તિ થાય છે.  આ વર્ષે તૃતીયા તિથિ બે દિવસ હોવાને કારણે અખાત્રીજની તારીખને લઈને થોડુ કન્ફ્યુજન છે.  આવો જાણીએ અખાત્રીજની સાચી તારીખ, ધાર્મિક મહત્વ અને સોના-ચાંદી સહિત અન્ય વસ્તુઓની ખરીદીનુ શુભ મુહુર્ત.  
 
અક્ષય તૃતીયા 2025 તારીખ અને શુભ મુહુર્ત (Akshaya Tritiya 2025 Date and Shubh Muhurat)
વૈદિક પંચાગ મુજબ વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિ 29 એપ્રિલના રોજ સાંજે 05 વાગીને 31 મિનિટથી શરૂ થશે અને આગલે દિવસે એટલે કે 30 એપ્રિલના રોજ બપોરે 02 વાગીને 12 મિનિટ પર તિથિ ખતમ થશે.  સનાતન ધર્મમાં સૂર્યોદય તિથિનુ વિશેષ મહત્વ છે.  આવામાં આ વખતે 30 એપ્રિલના રોજ અક્ષય તૃતીયાનો તહેવાર ઉજવાશે.  અખાત્રીજના દિવસે પૂજા કરવાનુ શુભ મુહુર્ત સવારે 05 વાગીને 41 મિનિટથી લઈને બપોરે 12 વાગીને 18 મિનિટ સુધી છે.  આ દરમિયાન કોઈપણ સમય સાધક પૂજા-અર્ચના કરી શકે છે.  
 
બ્રહ્મ મુહૂર્ત - સવારે ૦4:15 થી ૦4:58 સુધી
અભિજીત મુહૂર્ત - કોઈ નહીં
વિજય મુહૂર્ત - બપોરે ૦2:31 થી ૦3 :24 વાગ્યા સુધી
સર્વાર્થ સિદ્ધિ યોગ - આખો દિવસ
સંધ્યાકાળનો સમય - સાંજે 06:55 થી 07:16 સુધી

 
અક્ષય તૃતીયાનુ ધાર્મિક મહત્વ  (Akshaya Tritiya 2025 Significance)
અક્ષય તૃતીયાના શુભ અવસર પર દાન કરવાનુ વિશેષ મહત્વ છે  માન્યતા મુજબ આ દિવસે દાન કરવાથી સુખ સમુદ્ધિમાં વૃદ્ધિ થાય છે.  સાથે જ મા લક્ષ્મીની કૃપા વરસે છે. પૌરાણિક કથા મુજબ વૈશાખ મહિનાના શુક્લ પક્ષ મા તૃતીયા તિથિ એટલે કે અક્ષય તૃતીયાથી સતયુગની શરૂઆત થઈ હતી. માન્યતા છે કે અક્ષય તૃતીયાથી જ વેદ વ્યાસજી એ મહાભારતને લખવાની શરૂઆત કરી હતી.  
 
આ ઉપરાંત અખાત્રીજના દિવસે જ ભગવાન પરશુરામજીનો જન્મ થયો હતો. ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામ માનવામાં આવે છે. તમારી માહિતી માટે બતાવી દઈએ કે ભગવાન પરસુરામ ઋષિ જમદગ્નિ અને રાજકુમારી રેણુકાના પુત્ર હતા. અક્ષય તૃતીયાના દિવસે પરશુરામ જયંતિનો તહેવાર પણ ઉજવાય છે.