સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. ફીફા ફુટબોલ વિશ્વકપ
Written By
Last Updated : શુક્રવાર, 1 જૂન 2018 (15:11 IST)

ફીફા વર્લ્ડકપ વિજેતાને મળશે આટલી મોટી ઈનામી રકમ !!

જલ્દી જ ફુટબોલનો ખુમાર દર્શકો પર ચઢવાનો છે. આ વખતે ફીફાની ઈનામી રકમ પણ અનેકગણી વધી ગઈ છે. જો આપણે આ રકમને ભારતીય મુદ્રામાં હિસાબથી જોઈએ તો અરબો રૂપિયામાં છે. રૂસમાં આયોજીત થનારી ફીફા વિશ્વ કપ માટે આયોજન સમિતિએ પૂરા 400 કરોડ ડોલરની પ્રાઈઝ મની રાખી છે. અગાઉના વિશ્વ કપની તુલનામાં આ વિશ્વ કપની ઈનામી રકમમાં 12 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.  ફીફા વિશ્વ કપ વિજેતા ટીમ કે સંયુક્ત વિજેતા ટીમોને 38 કરોડ ડોલરની રકમ આપવામાં આવશે. 
 
ઉપ વિજેતા કે સંયુક્ત ઉપ વિજેતાઓને 28 કરોડ ડોલરની રકમ ઈનામમાં મળશે. બીજી બાજુ ત્રીજા નંબર પર આવનારી ટીમને 24 કરોડ ડૉલરની રકમ મળશે.  ચોથા નંબર પર આવનારી ટીમએન 22 કરોડ ડોલરની રકમ આપવામાં આવશે.  આ જ રીતે ક્વાર્ટર ફાઈનલમાંથી બહાર થનારી કુલ 16 ટીમ વચ્ચે 64 કરોડ ડૉલરની ઈનામી રકમ વહેંચાશે. જેમા પ્રતિ ટીમને 16 કરોડ ડોલર મળશે. 
 
જ્યારે કે રાઉંડ ઓફમાંથી બહાર થનારી 12 ટીમો વચ્ચે કુલ 96 કરોડ ડૉલરની રકમની વહેંચની થશે.   જેમા પ્રતિ ટીમને 12 કરોડ ડૉલર મળશે. આ જ રીતે ગ્રુપ ચરણમાંથી એક્ઝિટ થનારી 8 ટીમો વચ્ચે કુલ 128 કરોડ ડોલરમાંથી વહેંચણી થશે. જેમા પ્રતિ ટીમને 8 કરોડ ડોલર મળશે.