શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. ગણેશ ઉત્સવ
Written By
Last Modified: ગુરુવાર, 1 સપ્ટેમ્બર 2016 (11:33 IST)

ગણેશ સ્થાપના શુભ મુહુર્ત 2016, આ રીતે કરો ગણેશ પૂજા

આ વખતે ગણેશ ચતુર્થી 5 સપ્ટેમ્બરના રોજ છે. પણ આ વખતે ગણેશ ચતુર્થી પર ભદ્રા રહેશે. આ દિવસે સવારે 7.58 વાગ્યાથી ભદ્રાનો પ્રારંભ થશે જે રાત્રે 9.04 વાગ્યે સમાપ્ત થશે.  જ્યોતિષ મુજબ ભદ્રા કાળમાં કોઈ પણ શુભ કાર્ય અને પ્રતિમા સ્થાપના શુભ મનાતી નથી. તેથી ચતુર્થી પર ભદ્રા કાળને છોડીને ગણેશ પ્રતિમા સ્થાપના માટે 6.15થી 7.45 વાગ્યા સુધી અમૃતનું ચોઘડિયુ સર્વશ્રેષ્ઠ છે. 
 
જો કે અનેક પંડિતો મુજબ ગણેશજી પ્રથમ પૂજ્ય દેવ તરીકે પૂજાતા હોવાથી ગણેશ સ્થાપનામાં કોઈ મુહુર્ત જોવામાં આવતુ નથી. આવામાં લોકો બપોરે 12.15થી એક વાગ્યા સુધી અભિજીત મુહૂર્ત, બપોરે 3 થી સાંજે 4.30 વાગ્યા સુધી લાભ અને સાંજે 4.30 વાગ્યાથી 6 વાગ્યા સુહી અમૃતના ચોઘડિયામાં પણ મૂર્તિની સ્થાપના કરી શકે છે.  જે લોકો ભદ્રાકાળને નથી માનતા. તે બપોરે અભિજીત મુહૂર્ત અથવા સાંજે લાભ અમૃતના ચોઘડિયામાં પણ મૂર્તિની સ્થાપના કરી શકે છે. 
 
આ રીતે કરો ગણપતિની પૂજા 
 
ગણેશ ચતુર્થીના દિવસે સવારે સ્નાન-ધ્યાન વગેરેથી પરવારીને સ્વચ્છ, ઘોયેલા કપડા પહેરીને શુભ મુહૂર્તમાં પૂજા પ્રારંભ કરો. ભગવાન ગણપતિની પ્રતિમા લો અને તેમને ધૂપ, પુષ્પ, દીપ, તિલક, વગેરે અર્પિત કરી પૂજા કરો. યથાવિધિ ભગવાનની આરતી કરો અને તેમની ઘરમાં સ્થાપના કરો.  ભગવાનને લાડુનો ભોગ લગાવો. ત્યારબાદ ત્યા જ આસન પર બેસીને નિમ્ન મંત્રનો જાપ કરો. 
 
ૐ ગં ગણપતયે નમ: 
 
આ મંત્રની ઓછામાં ઓછી એક માળા જાપ કરો. પૂજાના અંતમાં ભગવાન પાસે પૂજા દરમિયાન જાણતા-અજાણતા થયેલ ભૂલ માટે ક્ષમા માંગો અને તેમને તમારી મનોકામના પૂર્ણ કરવાની પ્રાર્થના કરો.