ગુરુવાર, 2 ઑક્ટોબર 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. બાળ જગત
  3. નોલેજ
Written By
Last Modified: શુક્રવાર, 1 ઑક્ટોબર 2021 (09:38 IST)

International Day Of Older Persons- શા માટે ઉજવાય છે આંતરરાષ્ટ્રીય વૃદ્ધ દિવસ

International Day Of Older Persons
દર વર્ષે 01 ઑક્ટોબરના દિવસે આંતરરાષ્ટ્રીય વૃદ્ધ દિવસ (International Day Of Older Persons) તરીકે મનાવવામાં આવે છે. વિશ્વમાં વૃદ્ધો સાથે થતાં અન્યાય, ઉપેક્ષા અને દુર્વ્યવહાર પર લગામ લગાવવાના હેતુથી દર વર્ષે ઇન્ટરનેશલ ડે ઑફ ઑલ્ડર પર્સન મનાવવામાં આવે છે. આ દિવસને મનાવવા માટે એક થીમ 
રાખવામાં આવી છે.  સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 14 ઑક્ટોબર, 1990ના વૃદ્ધ વ્યક્તિઓ માટે આંતરરાષ્ટ્રીય દિવસના રૂપમાં 1 ઑક્ટોબર નક્કી કરવામાં આવ્યું હતું.. આ વૃદ્ધ દિવસના દિવસે ન માત્ર વૃદ્ધો પ્રત્યે ઉદાર થવાનો સંકલ્પ લેવો જોઇએ, પરંતુ વૃદ્ધોની દેખરેખની જવાબદારી પણ સમજવી જોઇએ. 
 
આમ તો વરિષ્ટ કે વડીલોનો સમ્માન દર દિવસે, દરેક પળમાં હોવો જોઈએ પણ તેના પર્ત્યે મનમાં છુપાયેલા આ સમ્માનને વ્યક્ત કરવા માટે વડીલોના પ્રત્યે ચિંતનની જરૂર માટે ઔપચારિક રીતે પણ એક દિવસ નક્કી કરાયુ છે. જે દર વર્ષે 1 ઓક્ટોબરના આવે છે. પણ તેનાથી પહેલા પણ વડીલોના પ્રત્યે ચિંતા વ્યકત કરાત તેના માટે આ પ્રકારની શરૂઆત સન 1982માં વિશ્વ સ્વાસ્થય સંગઠન દ્વારા "વૃદ્ધાવસ્થાને સુખી બનાવો"  નારા આપીને સ્વાસ્થય અભિયાન શરૂ કરાયું.