1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: મંગળવાર, 20 જૂન 2017 (15:22 IST)

હું સીએમ પદનો ઉમેદવાર નથી સમર્થકોને મળીને આગામી રણનિતિ તૈયાર કરીશું - શંકરસિંહ વાઘેલા

છેલ્લા એક મહિનાથી કોંગ્રેસ છોડવાની ચાલતી અટકળો વચ્ચે આજે ગુજરાત વિઘાનસભાના વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ પત્રકારોને જણાવ્યું હતું કે હું મુખ્યમંત્રી પદનો ઉમેદવાર નથી અને પક્ષને નુકશાન થાય એવું કોઇ કામ મેં કર્યું નથી. હું નવો પક્ષ પણ બનાવવાનો નથી અને ભાજપમાં પણ જોડાવાનો નથી. તેમણે ઉમેર્યું હતું કે રાજકારણમાં હારજીતનું ચક્ર ચાલ્યા કરે. મે પણ સામેથી સરકાર છોડી હતી. હું સોનિયા ગાંધી અને કોંગ્રેસનો આભારી છું. તેમણે ચૂંટણી અંગે કહ્યું હતું કે ચૂંટણી માટે ખાસ તો હોમવર્ક જરૂરી છે. જેના માટે ઉમેદવારો પણ અત્યારથી જ જાહેર કરી દેવા જોઈએ. ચૂંટણી જીતવા માટે હાલથી જ કામે લાગવાની અને યોગ્ય તૈયારીઓની જરૂર છે.

તેમણે તાજેતરમાં સોનિયા ગાંધીને લખેલા પત્ર વિશે કહ્યું હતું કે મેં ક્યારેય કોઈ પક્ષ છોડવાનો પત્ર સોનિયાજીને લખ્યો નથી. મારા વિશે મીડિયામાં ખોટી વાતો ચાલ્યા કરે છે. મને પદ કે હોદ્દાનો મોહ નથી પણ પૂરતા હોમવર્કના અભાવથી હું નારાજ છું. હું મારા સમર્થકોને મળીને આગળની રણનિતિ તૈયાર કરીશ.