ગુરુવાર, 19 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 07
  4. »
  5. ગુજરાત વિધાનસભા ચૂંટણી - 2007
Written By ધર્મેન્દ્ર વ્યાસ|

સંઘનો ખળભળાટ મચાવતો સર્વે

સંઘ ના સર્વેએ મોદીનો પરાજય ભાખ્યો

P.R
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતી જાય છે તેમ જાત જાતના સર્વે થઈ રહ્યાં છે. હાલમાં એક સર્વેમાં ભાજપને બહુમતિ મળશે તેવું ભવિષ્ય ભાખવામાં આવ્યું હતું. તો સંઘ દ્વારા હાલમાં એક સર્વેક્ષણ કરવામાં આવ્યું છે જેના તથ્યોએ ભાજપની ઉંઘ ઉડાવી દીધી છે. આ સર્વે અનુસાર આ વખતની ચૂંટણીમાં મુખ્યમંત્રી નરેન્દ્રમોદી તેમની સત્તા ગુમાવશે. સંઘે સમગ્ર ગુજરાતમાં સર્વે કર્યો હતો. સમગ્ર દેશના પત્રકારોને એસએમએસ દ્વારા આ અહેવાલ મોકલવામાં આવ્યો છે. સર્વે કઈ કંપની દ્વારા કરવામાં આવ્યો હતો તે ખુલાશો કરવામાં આવ્યો નથી. તેમણે એવો પણ દાવો કર્યો છે કે આ સર્વે ખોટો સાબિત શઈ શકે તેમ નથી. આ સર્વે અનુસાર ભાજપને માત્ર 68 બેઠકો મળશે. ઓવર ઓલ બેઠકો જોતાં સર્વેમાં ભાજપને 79 બેઠકો અપાઈ છે.

સંઘના નેતાઓના દાવા અનુસાર આ સર્વે વ્યાપક રીતે કરવામાં આવ્યો હતો. જેમાં 680 ટીમોને કોમ લગાડવામાં આવી છે. આ સર્વેમાં રાજ્યના 18568 ગામડાઓમાં 60 લાખ મતદારોના મત મેળવવામાં આવ્યાં હતાં. આ સર્વે અનુસાર સૌરાષ્ટ્રમાં ભાજપને 10થી વધુ બેઠકો નહી મળે. ઉલ્લેખનીય છેકે ગત ચૂંટણીમાં ભાજપે 37 બેઠકો મેળવી હતી. જ્યારે 1998માં તેને 48 બેઠકો મળી હતી. કોળી અને પટેલ સમુદાયની નારાજગીને કારણે મોદીને અહી ફટકો પડશે તેવું જણાય છે.

મોદીને મધ્ય ગુજરાતમાં પણ ફટકો પડશે તેવું આ સર્વે ગણાવે છે. આ સર્વેમાં તો અત્યાર સુધી જે વિસ્તારો મોદી માટે હોટ ફેવરીટ રહ્યાં છે, તેવા ઉત્તર ગુજરાત અને અમદાવાદમાં પણ નુકશાનની આગાહી કરે છે. ગત વખતે અહીં ભાજપને 29માંથી 16 બેઠકોં મળી હતી. અમદાવાદમાં 12માંથી 10 બેઠકો મળી હતી. સર્વે અનુસાર ભાજપને આ વખતે વધુમાં વધુ 68 બેઠકો મળશે.

આ સર્વેમાં 36 અસંતુષ્ટોમાંથી ઓછામાં ઓછા 15ને વિજય મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સર્વેનીં ગંધ આવતાં જ એક સમયે પોતાના જ બળે ચૂંટણી જીતવાનો વિશ્વાસ રાખતાં અડવાણી, રાજનાથસિંહ અને ભાજપના અન્ય નેતાઓને ચૂંટણી બોલાવ્યા પ્રચાર માટે ગુજરાતમાં બોલાવ્યા હોવાનું કહેવાય છે. સંઘનો એક વિભાગ પર મોદીની નિતિઓથી નારાજ છે. વીએચપીની નારાજગી પણ જાહેર છે. એવું પણ કહેવાય છે કે ભાજપનો એક નાનકડો વર્ગ મુખ્યમંત્રી વિરુધ્ધ ષડયંત્ર કરી રહ્યો છે.

આ વખતની ચૂંટણીની ખાસિયત એ છે કે 2002ની ચૂંટણીમાં જે ભાજપની અને મોદીની પડખે હતાં તે હવે તેમના વિરોધી બની ગયા છે. પશ્ચિમ બંગાળ સિવાય ત્રીજી વખત એકનો એક પક્ષ ક્યારેય સત્તામાં પાછો ફર્યો નથી. 1977થી આ ક્રમ ચાલ્યો આવ્યો છે. તેમાંય વિકાસ જેવો મુદ્દો કોઈ પણ પક્ષને બહુમતી આપવી શક્ય નથી. વર્ષ 2004ની લોકસભાની ચૂંટણીમાં એનડીએના પરાજ્યનું કારણ પણ માજ હતું. સંઘના સર્વે અનુસાર મોદીને આ ચૂંટણીમાં 68 થી 75 બેઠકો મળશે આ પહેલાં એક સર્વેમાં ભાજપને 97 બેઠકો મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. પરંતુ 15 દિવસ બાદ આ આંકડો 80 થયો હતો.