સોમવાર, 6 ફેબ્રુઆરી 2023
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 07
  4. »
  5. ગુજરાત વિધાનસભા ચૂંટણી - 2007
Written By વેબ દુનિયા|

મણિનગરથી મોદીનો ભવ્ય વિજય

અમદાવાદ (વેબદુનિયા) મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ મણિનગર બેઠક પર કોંગ્રેસના પ્રતિસ્પર્ધી દિનશા મોદીને હરાવી દીધા છે. આમ, દિનશા પટેલને મોદી સામે ઉભા રાખી પટેલ મતબેંક તોડવાની કોંગ્રેસની યોજના સફળ થઈ શકી નથી.

રાજકોટ. ભાજપનો વિજય એ જીત છે નરેન્દ્રભાઈ મોદીનો, તેમના વિચારોનો, તેમની ગુજરાતની પ્રજા પ્રત્યેના વિશ્વાસનો અને તેમની કાર્ય કરવાની પધ્ધતિનો. કેશુભાઈ કે લેઉઆ પટેલના છુપા ફતવાની ફોતરાં ઉડાડી દેતાં મોદીએ સાબિત કરી આપ્યુ છે કે જો કોઈ માણસ સાચા મનથી પ્રજાની સેવામાં લાગી જાય તો તે માણસ વિરુધ્ધ હજારો આંગળીઓ કેમ ન ઉઠે પણ તેની લોકપ્રિયતા કે તેના પ્રત્યેનો વિશ્વાસ ઓછો થતો નથી. આ વિજય મતદાતાઓનો વિજય પણ કહેવાશે. આ મતદાતાઓનો વિજય એટલા માટે કે અસંતુષ્ટો મોદી વિરુધ્ધની છાપ તેમના માનસ પર ઉભી કરી શક્યા નથી. ટૂંકમાં કહી શકાય કે શરૂઆતથી લઈને છેલ્લે સુધી મોદી પુરાણ સફળ રહ્યુ .

કમળની છાપ ઓસરી ગઈ, હિન્દુત્વને ભૂલી ગયા, વાજપેઈ, અડવાણી, રાજનાથ જેવા રાષ્ટ્રીય અગ્રણીઓ, સ્વયં સેવક સંધ, બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ વગેરેના વિશેષ સહકાર વગર ગુજરાતની પ્રજાના પ્રિય મોદીએ પોતાની લોકપ્રિયતાનો ઝંડો લહરાવી દીધો છે.

કોંગ્રેસે વિચાર્યુ હતુ કે અસંતુષ્ટોને સહારે અને મોદી વિરુધ્ધની સંભાવનાઓની મદદથી ચુંટણી જીતી જવાશે પણ બધાના પક્ષોના સપના રોળાઈ ગયા છે અને મતદારો અને મોદીનો માત્રનો વિજય થયો છે.