ગુજરાતની પ્રજા પર મોદીનો જાદુ એવો છવાયેલો છે કે તેમણ તો અત્યારથી જ ઉજવણીની શરૂઆત થઈ ગઈ છે. દિલ્હી સહિતની દેશભરના ભાજપના કાર્યાલયો પર પણ કાર્યકરો દ્વારા ઉજવણી શરૂ કરી દેવામાં આવી છે.
કેન્દ્રીય કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મોદીને મૌતના સૌદાગર કહેલું તેનો બદલો લેવા મોદીએ પાછળથી હુમલો કર્યો હોય તેમ તેઓએ આજે અમદાવાદના સોલા રોડ ખાતેની તેની જાહેર સભામાં કહ્યું હતું કે, કોંગ્રેસની હાલની કેન્દ્ર સરકાર મૌતના સૌદાગરોની રક્ષક..
શરૂઆતના પરિણામોને જોતા ગુજરાતની અંદર ભાજપની સરકાર આવવાની પુરેપુરી શક્યતાઓ છે. આ વચ્ચે એક એસએમએસમાં મોદીએ કહ્યું હતું કે હું સીએમ હતો અને સીએમ રહીશ.
હા જો કે તેમણે સીએમનો અર્થ મુખ્યમંત્રી...
મોદીના વાવાઝોડા સામે ફરી એક વખત કોંગ્રેસના સુપડા સાફ થતા દેખાઈ રહ્યા છે. ત્યારે અત્યાર સુધીમાં આવેલા અનુમાનો અને પરિણામો બાદ નિરાશ થઈ ગયેલી કોંગ્રેસે પોતાની હાર સ્વીકારી લીધી છે.
ગુજરાતની 12મી વિધાનસભાના મતદાનની 182 બેઠકો મત ગણતરી આવતીકાલે રવિવારના રોજ યોજાઇ રહી છે ત્યારે ગત એક સપ્તાહથી ઉમેદવારના લલાટનું ભાવિ ઇવીએમમાં બંધ રહ્યા બાદ આવતિકાલે કોઇ પાંચ વર્ષ માટે ગાંધીનગરની ગાદી પર જશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે મતદાન સમાપ્ત થયું છે અને હવે આ રવિવારે મતગણત્રી થતાં જ સ્થિતિ સ્પષ્ટ થશે. જો કે તેના પહેલાં જ બળવાખોરો સામે વધુ આકરી કાર્યવાહી કરતાં ભાજપે આજે કેશુભાઈ પટેલ અને કાશીરામ રાણાને કારણ દર્શક નોટિસ ફટકારી હતી...
ગુજરાત વિધાનસભા માટે બીજા તબક્કાની 95 સીટો પર રવિવારે થયેલ મતદાન બાદ સત્તાનું પલ્લુ મોદીનાં પક્ષમાં નમતું જોવા મળી રહ્યું છે. જો કે ભાજપને 2002ની સામે નુકશાન ભોગવવું પડી શકે તેમ છે. બીજી બાજુ કોંગ્રેસની તાકાતમાં વધારો ...
ગુજરાતમાં રવિવારે વિધાનસભાની બીજા તબક્કાની ચુંટણી પુરી થયાં બાદ રાજ્યમાં આવનાર નવી સરકારનો નિર્ણય ઈલેક્ટ્રોનીક મશીનોમાં બંધ થઈ ગયો હતો. બીજા તબક્કામાં રાજ્યના ઉત્તરી અને મધ્ય જિલ્લામાં 95 સીટો પર લગભગ 63 થી 65 ટકા મતદાતાઓએ પોતાના મતોનો...
ઠંડુ હવામાન હોવા છતાં પણ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં બીજા ચરણના મતદાનમાં આજે બપોરે 12 વાગ્યા સુધી સામાન્ય મતદાન નોંધાયુ હતું. ઠંડી હોવા છતાં પણ યુવાનો અને ઉંમરલાયક ઘરની બહાર નીકળ્યાં હતાં. મતદાન કેન્દ્રની...
વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન આજે ૧૬મીએ રવિવારે 20454 મતદાનમથકો ઉપર 95 બેઠકો માટે મતદાન યોજાશે. જેના માટે સવા લાખ કર્મચારીઓને ચૂંટણી ફરજ સોંપવામાં આવી છે. આ ઉપરાંત પ૭૪ કેન્દ્રીય અર્ધલશ્કરી દળ તહેનાત કરાયા છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાની 87 બેઠકો ઉપર થયેલું ઓછું મતદાન સીધું ભાજપ પર અસર થવાની સંભાવના છે. એ રીતે જૉતાં 87માંથી ભાજપને 45 અને કોંગ્રેસને 30 બેઠકો મળે શકે છે. જયારે અન્ય પક્ષોને 12 બેઠકો મળવાની ગણતરી છે....
ગુજરાતની વિધાનસભા ચુંટણીમાં ભાજપના સામે કોંગ્રેસે શુક્રવારે હિન્દુઓના ધાર્મિક પ્રતિકોનો સહારો લેતાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની તુલના પુરાણોના રાક્ષસો સાથે કરી અને કહ્યું કે સોનિયા ગાંધી દેવી દુર્ગાના સમાન છે જે મોદીનો નાશ કરી દેશે...
ગુજરાતમાં બીજા તબક્કાની ચૂંટણી આવતીકાલે છે ત્યારે જ કોંગ્રેસે ગઇકાલ શુક્રવારે એનડીએ સરકાર વખતે છોડી મૂકાયેલા આતંકવાદી મસૂદ અઝહરની તસ્વીર સાથેની જાહેર ખબર સ્થાનિક અખબારોમાં છપાવીને ભાજપ ઉપર વળતો હુમલો કર્યો હતો...
દેશના વડાપ્રધાન મનમોહન સિંહે કરેલી ટીપ્પણીના જવાબમાં અડવાણીએ જોરદાર કટાક્ષ કરતા જણાવ્યું કે, વડાપ્રધાન રાજકીય વ્યક્તિ નથી એટલે જ આવું નિવેદન કર્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી મોદીજીના ડરના કારણે ભાજપ દ્વારા વડાપ્રધાનના ઉમેદવાર તરીકે...