અમદાવાદ (વેબદુનિયા) મોદીના વાવાઝોડા સામે ફરી એક વખત કોંગ્રેસના સુપડા સાફ થતા દેખાઈ રહ્યા છે. ત્યારે અત્યાર સુધીમાં આવેલા અનુમાનો અને પરિણામો બાદ નિરાશ થઈ ગયેલી કોંગ્રેસે પોતાની હાર સ્વીકારી લીધી છે.
અત્યાર સુધીના અનુમાનો મુજબ ભાજપને 118 અને કોંગ્રેસ 60 અને અન્ય પક્ષો 4 બેઠકો પર આગળ ચાલી રહ્યા છે. ભાજપ સ્પષ્ટ બહુમતી મેળવી તેવી પૂરી શક્યતાઓને પગલે કોંગ્રેસ પોતાની હારનો સ્વીકાર કરી લીધો છે.
દેશ અને દુનિયાની નજર જેના પર છે તેવી ગુજરાત વિધાનસભાની 182 બેઠકો માટે બે તબક્કે યોજાયેલી ચૂંટણીની મતગણતરી રાજયનાં 37 કેન્દ્રો પર એકસાથે શરૂ થઇ છે.
આ સાથે જ બપોરે ૧૧ વાગ્યા સુધીમાં આગામી પાંચ વર્ષ માટે રાજયના 2.28 કરોડ મતદારો કોને સત્તા સોંપવા માગે છે અને કોણ ગુજરાતનો નાથ બનશે તેનું ચિત્ર પણ સ્પષ્ટ થઈ જશે.
આજે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી દિનશા પટેલ, વિપક્ષી નેતા અર્જુન મોઢવાડિયા, અઘ્યક્ષ પ્રો. મંગળદાસ પટેલ સહિત મોદીસરકારના 22 મંત્રીઓનાં ભાવિ, અસંતુષ્ટોનાં ભાવિ પણ જાહેર થનારાં છે. દેશના રાજકારણ પર અનેક પ્રકારની અસરો પેદા કરનારાં આ પરિણામો પૂર્વે જ ગુજરાત અને દેશભરમાં ભારે ઉત્તેજના છે અને તેની વરચે આજે બપોર સુધીમાં તમામ મુખ્ય હરીફો પોતપોતાના મતવિસ્તારમાં પહોંચી જઈને વિજય માટેની તૈયારીઓમાં લાગી ગયા છે.
નારાજ જૂથે સૌરાષ્ટ્ર અને કરછ તેમજ દક્ષિણ ગુજરાતમાં સારો એવો પ્રભાવ ઊભો કરવાનો પ્રયાસ કર્યોહતો. જયારે કોંગ્રેસે મઘ્ય ગુજરાતમાં પકડ જમાવી હતી. આથી રવિવારે સૌની નજર આ બંને પ્રાંતો પર સવિશેષ રહેવાની છે અને તેના પર જેની પકડ હશે તેને સત્તા મળશે. આ વખતની ચૂંટણીમાં ભાજપ વતીથી પ્રચારની જવાબદારી નરેન્દ્ર મોદીએ ઉપાડી લઈને પ્રથમ વિકાસનો મુદ્દો અને પછી સૌરાબુદ્દીન એન્કાઉન્ટરનો મામલો ઉછાળીને હિન્દુત્વનું મોજું ઊભું કરવાનો પ્રયાસ કર્યોહતો.
તેની સામે નારાજ જૂથે કેશુબાપાએ મોદીશાસન માટે ઉરચારેલા નિવેદનને હાથો બનાવીને સત્તા પરિવર્તન માટે મતદાન કરવા અપીલ કરી હતી. જયારે કોંગ્રેસે પક્ષ વતી સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ મોદીશાસન પર આકરા પ્રહારો કર્યા હતા. એકંદરે એક મહિના સુધી સામસામા આરોપો-પ્રત્યારોપોને કારણે ચૂંટણીનો ગરમાવો જોવા મળ્યો હતો.