ગુરુવાર, 19 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. આજ-કાલ
  3. ગુજરાત ગૌરવ દિવસ
Written By પારૂલ ચૌધરી|

ગુજરાતના મુખ્ય યાત્રા ધામ

અંબાજી : 
ગુજરાતની પહેલા નંબરના તીર્થધમ તરીકે ખ્યાતિ પામેલ ઉત્તર સરહદે અરવલ્‍લીની પર્વતમાળામાં આરાસુર ડુંગર પર અંબાજીનું સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે. અંબાજીનું વિશેષ આકર્ષણ તેની અંદર આવેલ ગબ્‍બર પહાડ છે. ગબ્‍બરની ટોચ પર માતાજીનું મંદિર આવેલું છે.

સોમનાથ :
ભારતનું પહેલાં નંબરનું શીવલીંગ અહીંયા આવેલું છે. આ બાર જ્યોતિર્લિંગોમાં પ્રથમ ગણાય છે. સોમનાથ 17 વખત લૂંટાયું અને બંધાતું રહ્યું છે. ઈ.સ. 1950 માં સોમનાથના નવનિર્માણનું કામ શરૂ થયું. જેમાં સરદાર પટેલનો સિંહ ફાળો રહ્યો. સને 1995માં સોમનાથની ફરીથી નવરચના કરાઈ હતી.

પાલિતાણા :
503 મીટર ઊંચા શેત્રુંજ્ય પર્વતમાળા પરનાં 108 મોટાં દેરાસર અને 872 નાની દેરીઓ વિશ્વ પ્રસિદ્ધ છે. આ મંદિરો મોટે ભાગે આરસપહાણ અને સફેદ પથ્‍થરોથી બંધાયેલાં છે. આ પવિત્ર તીર્થસ્થળ જૈનોનું છે.

ડાકોર :
સુપ્રસિદ્ધ ડાકોરનું મંદિર ઈ. સ. 1828માં બંધાયેલ હતું. આ મંદિરને 8 ધુમ્‍મટ છે અને 24 શિખરો છે. ભગવાન શ્રીકૃષ્ણની આખી મૂર્તિ કાળા કસોટી પથ્‍થરની બનેલી છે.

શામળાજી :
સાબરકાંઠા જિલ્‍લામાં આવેલ શામળાજીમાં ભગવાન શામળીયાનું ખુબ જ સુંદર મંદિર આવેલ છે.
  P.R

ગાંધીનગર :
ગાંધીનગરમાં ભારતભરમાં પ્રખ્યાત બનેલ અક્ષરધામ મંદિર આવેલ છે આ મંદિરના મધ્‍યસ્‍થ ખંડમાં ભગવાન સ્‍વામીનારાયણની સાત ફૂટ ઊંચી સુવર્ણમંડિત મૂર્તિ બિરાજમાન છે.

તારંગા :
મહેસાણા જિલ્‍લાની ઉત્તરે આવેલું આ તીર્થધામ જૈનોનું મુખ્ય યાત્રાધામ છે જે લગભગ 1200 ફૂટની ઊંચાઈ ધરાવે છે.

મોઢેરા :
ઈ. સ. 1026-27 માં રાજા ભીમદેવના સમયમાં બંધાયેલ સૂર્યમંદિર આવેલ છે.

ગિરનાર :
600 મીટરની ઊંચો ગિરનાર પર્વત ચડવા માટે દસ હજાર પગથિયાં ચડવાં પડે છે. અહીંયા ખાસ કરીને જૈન તીર્થધામ છે. ટોચ પર સૌથી મોટું નેમિનાથજીનું દેરાસર છે, ટોચે અંબાજીનું મંદિર છે. અહીંયા દત્તાત્રેય ભગવાનનું મંદિર પણ મુખ્ય ગણાય છે.

શુકલતીર્થ :
શુકલતીર્થ યાત્રાધામ ભરૂચથી 16 કિમી દૂર આવેલું છે. અહીં દરેક કાર્તિકી પૂનમે નર્મદા નદીના કાંઠે મેળો ભરાય છે.

કબીરવડ :
ખુભ જ વિશાળ વડ કે તેનું થડ શોધવું મુશ્‍કેલ છે. આ વડ આશરે 600 વર્ષ જૂનો હોવાનું અનુમાન છે.
શુકલતીર્થની નજીક, નર્મદાના પટની મધ્‍યમાં આ વિશાળ વડ આવેલો છે. અહીંયા એવી માન્યતા છે કે કબીરજીએ ભારતભ્રમણ કરીને દાતણ ફેંકયું હતું જેમાંથી આ વડ ઊગી નીકળ્યો.
  P.R

ખેડબ્રહ્મા :
હિંમતનગરથી 57 કિમીના અંતરે આવેલ ખેડબ્રહ્મામાં અંબાજી માતાનું મંદિર આવેલ છે.

અંજાર :
ભુજથી પૂર્વ-દક્ષિ‍ણે આવેલું અંજાર જળેશ્વર મહાદેવ તથા જેસલ-તોરલની સમાધિ માટે વિખ્‍યાત છે.

ચોટીલા :
ચોટીલા ડુંગર પર આવેલું છે. ડુંગરની ટોચ પર માતા ચામુંડાદેવીનું મંદિર છે.

વીરપુર :
રાજકોટથી દક્ષિ‍ણે 38 કિમી દૂર વીરપુર સંત જલારામના સ્‍થાનકને કારણે ખ્‍યાતનામ બન્‍યું છે.

દ્વારકા :
દ્વારકા હિન્‍દુઓનાં ચાર યાત્રાધામોમાંનું એક છે. દ્વારકામાં 2500 વર્ષ જૂનું દ્વારકાધીશનું મંદિર છે. પાંચ માળનું વિશાળ મંદિર 60 સ્‍તંભો પર ઊભું છે.

તુલસીશ્‍યામ :
ગિરની મધ્‍યમાં આવેલા આ સ્‍થળે સાત કુંડ છે. આ કુંડનું પાણી 70 થી 80 C જેટલું ગરમ રહે છે.

ઉદવાડા :
અહીંયા પારસીઓનું પવિત્ર તીર્થધામ છે. ઈરાનમાંથી લાવેલી અગ્નિજ્યોત જે (આતશ બહેરામ)ના નામે ઓળખાય છે તે અહીંયા નિરંતર પ્રજ્વલિત રાખવામાં આવી છે.