શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By

તમારી આ ભૂલો તમારા પ્રાઈવેટ પાર્ટને નુકશાન પહોંચાડી શકે છે

મહિલાઓ પોતાના ચેહરાની સુંદરતાનુ વિશેષ ધ્યાન રાખે છે. ચેહરા માટે અનેક બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. જેથી તે સુંદર દેખાય શકે. ચેહરાની સાથે સાથે શરીરના બાકી અંગોની સફાઈ કરવી ખૂબ જરૂરી છે. ખાસ કરીને પ્રાઈવેટ પાર્ટ(vagina) ની. જો પ્રાઈવેટ પાર્ટની સફાઈ પર ધ્યાન ન આપવામાં આવે તો ઈફેક્શન થઈ શકે છે.  આ ઉપરાંત તમારી કેટલીક ભૂલો પણ પ્રાઈવેટ પાર્ટને નુકશાન પહોંચાડે છે. 
 
જો તેની સાફ-સફાઈ પર ધ્યાન ન આપવામાં આવે તો તમને ઈંફેક્શન તો થશે જ સાથે જ યોનિમા પણ શુષ્ક બનશે. આ ઉપરાંત રેશેઝ અને મૂત્ર પથ સંક્રમણ પણ થઈ શકે છે. તેથી વેજાઈનાને સ્વસ્થ રાખવા માટે કેટલીક વાતોનુ ધ્યાન રાખવુ ખૂબ જરૂરી છે. 
 
1. મોટાભાગની મહિલાઓ પ્રાઈવેટ પાર્ટના હેયરને રિમૂવર કરે છે. ઉલ્લેખનીય છે કે તેનાથી સ્કિન કમજોર થઈ જાય છે. જેનાથી ઈંફેક્શન થવાનો ખતરો વધી જાય છે  
 
2. શેવિંગ બ્લેડનો ઉપયોગ કરવાથી ત્વચા પર કટ્સ લાગી જાય છે. જેનાથી સેક્સ સમયે ઈફેક્શનના ચાંસ વધી જાય છે.  આવામાં બેલ્ડનો ઉપયોગ ન કરો. 
 
3. કેટલીક મહિલાઓ લિકવિડથી પ્રાઈવેટ પાર્ટની સફાઈ કરે છે. આ રીતે સફાઈ કરવાથી તરલ પદાર્થ પ્રાઈવેટ પાર્ટની અંદર જતો રહે છે. જેનાથી બેક્ટેરિયા ઉદ્દભવે છે. 
 
4. હંમેશા અંડરવિયર ખરીદતી વખતે ફેંસીની સાથે સાથે આકારનુ પણ ધ્યાન રાખો. ટાઈટ અંડરવિયર પહેરવાથી સ્કિન ટૈગ જન્મી શકે છે. 
 
5. કૉટન પૈટીનો જ રોજ ઉપયોગ કરો. અનેક મહિલાઓ સિથેંટિક અંડરવિયરનો ઉપયોગ કરે છે જે વ્યક્તિગત સ્થાનમાં નમીને લૉક કરી શકે છે.