શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: સોમવાર, 9 જાન્યુઆરી 2017 (14:23 IST)

લીલી મેથી થી મેળવો ખૂબસૂરત ચાંદ જેવી ત્વચા

લીલી મેથી ગુણોના ખજાનો છે. આ ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે સાથે જ આ તમારી ત્વચા માટે પણ ખૂબ ફાયદાકારી સિદ્ધ હોય છે. હવે તમે ચેહરા પર પિંપલ્સ હોય, ડાઘ-ધબ્બા હોય કે પછી કાળી ઝાઈયો , આ ત્વચાથી સંકળાયેલી દરેક સમસ્યાને ખત્મ કરે છે. જો તમે લીલી મેથીનો ફેસ પેક તમાર ચેહરા પર લગાવો છો તો તેનાથી તમે ખૂબસૂરત ચાંદ જેવી ત્વચા મેળવી શકો છો. 
જરૂરી સામાન 
1 કપ લીલી મેથી 
1 મોટી ચમચી મધ 
 
વિધિ- સૌથી પહેલા મેથીને સારી રીતે ધોઈ લો. ત્યારબાદ મેથીને ગ્રાંઈડરમાં વાટીને તેનું પેસ્ટ તૈયાર કરી લો. 
2. તૈયાર કરેલ પેસ્ટમાં મધ મિક્સ કરો. 
3. હવે આ મિશ્રણને સારી રીતે મિક્સ કરી ફેસ પેક તૈયાર કરી લો. 
4. આ ફેસ પેકને તમાર ચેહરા પર લગાડો. 15 મિનિટ પછી ચેહરાને પાણીથી ધોઈ લો.